ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સિરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું દુઃખદ અવસાન થયું છે. સમીર ખખ્ખરને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય તબીબી સમસ્યાઓ હતી. ગઈકાલે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ પછી સમીરને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાતે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
સમીર 90ના દાયકામાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા અને 'પુષ્પક', 'શહેનશાહ', 'રખવાલા', 'દિલવાલે', 'રાજા બાબુ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતા. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે 'ફર્ઝી'માં પણ જોવા મળ્યા હતા. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા માટે જતા રહ્યા હતા.
સમીરે એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ 'નુક્કડ'થી કરી હતી. આ પછી તેઓ દૂરદર્શનની સિરિયલ નુક્કડમાં 'ખોપડી'નો રોલ નિભાવ્યો હતો. 'સર્કસ'માં ચિંતામણિનો રોલ પણ કર્યો હતો. સમીરે ડીડી મેટ્રોની સિરિયલ 'શ્રીમાન શ્રીમતી'માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. થોડા સમય પહેલાં તેઓ સિરિયલ 'સંજીવની'માં પણ ગુડ્ડુ માથુરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સમીર થોડાં વર્ષો પહેલાં 'હસી તો ફસી', 'જય હો', 'પટેલ કી પંજાબી શાદી' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.
અમેરિકા જઈને એક્ટિંગને કીધું હતું અલવિદા
સમીરે અમેરિકા ગયા બાદ એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી કરી હતી. એવું પણ જાણવા મળે છે કે વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. ત્યાં તેને એક્ટર તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના 'નુક્કડ' પાત્ર પર આધારિત હતી.
મિત્રો પાસેથી કામ માંગવાનું શરૂ કર્યું
સમીરે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાથી પરત આવ્યા બાદ તે તેના મિત્રોને પણ કામ માટે પૂછતા હતા. તેમણે કહ્યું હતું કે જો કોઈ પણ અભિનેતા ચારે બાજુથી કામ માગતા રહે તો તે સારા અભિનેતા બની શકતા નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સમીરે કહ્યું હતું કે, હું મારી જાતને કામ માટે વેચી શકતો નથી અને મને એ પણ ખબર નથી કે બજાર કેવી રીતે કામ કરે છે. વધુમાં કહ્યું હતું કે, હું એટલું જાણું છું કે જેઓ મને ઓળખે છે અને તેમની પાસે મારા લાયક કોઈ કામ હોય તો તેઓ જાતે જ મારી પાસે આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.