તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલને લીગલ નોટિસ મોકલી:એક્ટ્રેસ સંભાવના સેઠે કહ્યું, પિતાનું અવસાન કોરોનાને લીધે નહીં પણ હોસ્પિટલ સ્ટાફે તેમનું મેડિકલી મર્ડર કર્યું છે

2 મહિનો પહેલા
8 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને લીધે સંભાવનાનાં પિતાનું નિધન થયું હતું
  • સંભાવનાએ કહ્યું, હોસ્પિટલમાં બેડ સાથે પિતાના હાથ-પગ બાંધેલા હતા
  • લીગલ નોટિસથી એક્ટ્રેસને આશા છે કે, તેના પ્રશ્નોના જવાબ મળશે

એક્ટ્રેસ ડાન્સર અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ સંભાવના સેઠે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલને લીગલ નોટિસ મોકલી છે. એક્ટ્રેસે દાવો કર્યો કે, મારા પિતાનું નિધન માત્ર કોરોનાથી નહીં પણ હોસ્પિટલના સ્ટાફે મેડિકલી હત્યા કરી છે. 8 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને લીધે સંભાવનાનાં પિતાનું નિધન થયું હતું. તેમની કોવિડ સારવાર દિલ્હીની હોસ્પિટલમાં ચાલુ હતી.

હોસ્પિટલની બેદરકારી જોઈને ચોંકી ગઈ હતી
ઈ-ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન સંભાવનાએ કહ્યું, મેં સુવિધાની અછત, મેડિકલ બેદરકારી, યોગ્ય દેખભાળ અને નોન રિસ્પોન્ટિવ બિહેવિયર જોઇને હોસ્પિટલને લીગલ નોટિસ મોકલી છે. કોરોના પોઝિટિવ આવ્યાને 4 દિવસ પછી સંભાવનાના પિતાને દાખલ કર્યા હતા. તે સમયે મેડિકલ સ્ટાફે અમુક બ્લડ ટેસ્ટ કર્યા હતા અને કહ્યું કે તેઓ જલ્દી સાજા થઈ જશે, પરંતુ મારા ભાઈએ હોસ્પિટલની બેદરકારી વિશે કહ્યું તો હું ચોંકી ગઈ હતી.

ભાઈ પિતાને મળવા ગયો તો તેમના હાથ બાંધેલા હતા
એક્ટ્રેસે કહ્યું, મારો ભાઈ પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે હાથ બાંધેલા હતા. તેણે તરત હાથ ખોલ્યા અને હોસ્પિટલના સ્ટાફને આ વિશે વાત કરી. 7મેના રોજ ભાઈએ ગભરાતા મને કહ્યું કે પિતાને ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા છે. તેમનું સેચ્યુરેશન તો 90થી 95ની વચ્ચે રહેતું હતું. મને લાગ્યું કે કંઇક તો ગડબડ છે. બીજે દિવસે દિલ્હી ગઈ અને મેં જોયું કે પિતાના હાથ-પગ બેડ સાથે બાંધેલા હતા. હોસ્પિટલે કહ્યું કે, દર્દી ઓક્સિજન સપોર્ટ હટાવે નહીં એટલે આવું કર્યું છે.

હોસ્પિટલમાં કોઈ સુવિધા નહોતી
સંભાવના હોસ્પિટલમાં ગઈ ત્યારે તેણે જોયું કે મેડિકલ સુવિધા હતી નહીં કે તેના પિતાને અટેન્ડ કરવા પણ કોઈ નહોતું. હોસ્પિટલની હકીકત બધા સામે લાવવા માટે તેણે એક વીડિયો બનાવ્યો હતો પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેની સાથે મગજમારી કરી અને વીડિયો ડિલીટ કરાવ્યો. તે સીનિયર ડૉક્ટરને મળવા પણ ગઈ. ડૉક્ટરે એને દિલાસો આપ્યો કે દર્દીની તબિયત સુધરી રહી છે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

સંભાવનાએ કહ્યું, થોડા સમય પછી ડૉક્ટરે કહ્યું કે પિતાને કાર્ડિયાક અટેક આવ્યો છે. મેં તેમને મળવાનું કહ્યું તો તેમણે મને રોકી લીધી. થોડા સમય પછી પિતાના અવસાનની વાત કહી. મને લાગે છે કે કે આ વિશે તેઓ પહેલેથી જાણતા હતા. મને આશા છે કે લીગલ નોટિસથી મને સતાવી રહેલા પ્રશ્નોના જવાબ મળશે.