બિગ બોસ 15:સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને, અભિજીત બિચુકલે-શમિતા શેટ્ટીને ખરું-ખોટું સંભળાવ્યું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ 15'ના 'વીકેન્ડ કા વાર'નો પ્રોમો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન ઘરના તમામ સભ્યો પર ગુસ્સો કરતો જોવા મળે છે. સલમાન ખાને ઘરના સભ્યોને કહ્યું હતું કે ટાસ્ક કેન્સલ કરાવવામાં તમે લોકોએ મહારથ મેળવી લીધું છે. વીડિયોમાં સલમાન ખાન સૌથી વધુ ગુસ્સો અભિજીત બિચુકલે તથા શમિતા શેટ્ટી પર થાય છે.

અભિજીતે બગાસું ખાતા સલમાન ભડક્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે અભિજીતને બગાસું આવતા જ સલમાન ભડકી જાય છે અને કહે છે, 'ઊંઘ આવે છે તો બિચુકલે પથારમાં જઈને સૂઈ જા. આ બધું મારી સાથે નહીં ચાલે. જા સૂઈ જા.' ત્યારબાદ અભિજીત વારંવાર માફી માગે છે, પરંતુ સલમાન બૂમ પાડીને તેને ચૂપ કરાવી દે છે.

સલમાને ઘરના લોકોને સંભળાવ્યું
શોમાં ટાસ્ક કેન્સલ થવાને કારણે પણ સલમાન ગુસ્સામાં હતો. તેણે ઘરના સભ્યોને કહ્યું હતું, 'ટાસ્ક રદ્દ કરાવવામાં તમે લોકોએ PhD (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કરી લીધી છે. જો સંચાલક જ ટાસ્ક રદ્દ કરાવે તે ઘણું જ ખોટું છે, સ્પર્ધકો ટાસ્ક કેન્સલ કરાવે તો હજી ચાલે.'

શમિતાને ખરું-ખોટું સંભળાવ્યું
સલમાને પછી શમિતાને કહ્યું હતું કે રાખી સાવંત સાથે તેનું વર્તન ઘણું જ ખોટું છે. આ સાંભળીને શમિતાએ ગુસ્સામાં કહ્યું હતું, 'હું સેમ એટિટ્યૂડ સાથે કોઈ બીજા પર ચઢનારી નથી. જો તમે મને એમ કહો કે મારો એટિટ્યૂડ ખોટો છે, તો મને ખબર નથી.' શમિતાની વાત પૂરી થતાં જ સલમાન ગુસ્સે થઈ જાય છે અને તે એક્ટ્રેસને ધમકાવે છે. ત્યારબાદ શમિતા શેટ્ટી રડવા લાગે છે.