તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બિગ બોસ 14:સલમાન ખાન ટૂંક સમયમાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશે, બોલિવૂડ સાથે જોડાયેલા વિવાદાસ્પદ સવાલોથી બચવા માટે આ મોટો નિર્ણય લીધો

એક મહિનો પહેલાલેખક: કિરણ જૈન

આગામી થોડા દિવસોમાં સલમાન ખાન તેના વિવાદિત રિયાલિટી શો 'બિગ બોસ 14'ની જાહેરાત કરવાનો છે. આ જાહેરાત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ મારફતે થશે જેમાં સલમાન શો સાથે જોડાયેલી અમુક ખાસ વાત પત્રકારો સામે રાખશે. અગત્યની વાત એ છે કે આ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં એક્ટર પત્રકારોના કોઈપણ સવાલનો જવાબ લાઈવ નહીં આપે. સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન હાલ બોલિવૂડમાં ચાલી રહેલી હલચલ સાથે જોડાયેલા કોઈપણ સવાલના જવાબ આપીને ચર્ચાનો વિષય બનવા ઈચ્છતો નથી.

કોઈપણ સવાલ પર તેની પ્રતિક્રિયા આપીને ચર્ચામાં આવવા નથી ઈચ્છતો
શો સાથે જોડાયેલા સૂત્ર જણાવે છે કે, 'ટીમે અગાઉથી જ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થનારા પત્રકારો પાસેથી સવાલોનું લિસ્ટ માગી લીધું છે. હાલ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ઘણી કોન્ટ્રોવર્સીથી ઘેરાયેલી છે. નેપોટિઝ્મથી લઈને ડ્રગ્સ સુધી લોકો સવાલ કરી રહ્યા છે કે બોલિવૂડ ખરેખર કઈ રીતે કામ કરે છે. સુશાંત સિંહ રાજપૂતના દુઃખદ નિધને બોલિવૂડની એ રીત પર સવાલ ઉઠાવ્યા છે જેની દર્શકોએ કલ્પના નહીં કરી હોય. સલમાન હાલ આ મુદ્દે જોડાયેલા કોઈપણ સવાલો પર તેની પ્રતિક્રિયા આપીને ચર્ચામાં આવવા નથી ઈચ્છતો. સવાલ માત્ર બિગ બોસ 14 સુધી જ સીમિત રહેશે. હકીકતમાં આખી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોના માઈકને પણ મ્યુટ રાખવામાં આવશે.'

માત્ર રેકોર્ડેડ પ્રશ્નો સાથે આગળ વધવાનો નિર્ણય
જણાવી દઈએ કે સલમાન ખાનને જોધપુર કોર્ટે 28 સપ્ટેમ્બર, 2020ના રોજ બ્લેકબક શિકાર અને આર્મ્સ એક્ટ કેસમાં હાજર રહેવા માટે કહ્યું છે. આ કેસ સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નથી તેને દૂર રાખવાની ટ્રાય પણ થઇ રહી છે અને માટે ટીમે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર રેકોર્ડેડ પ્રશ્નો સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

બિગ બોસ 14ના સેટના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે. 3 ઓક્ટોબરે શોનું ગ્રાન્ડ પ્રીમિયર થઇ રહ્યું છે જેમાં સામેલ થનારા ઘણા સેલેબ્સના નામ પણ સતત સામે આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો