તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્શી ખાનની ચોખવટ:‘સલમાન ખાને ‘બિગ બોસ’ની નેક્સ્ટ સીઝન માટે આમંત્રણ આપ્યું છે, દીકરા શેરુને સાથે લઈને આવીશ’

6 મહિનો પહેલા
આફ્ટર પાર્ટીમાં સલમાને અર્શી ખાનને નેક્સ્ટ સીઝનમાં આવવા કહ્યું
  • 8 મહિના પહેલાં અર્શી ખાને કહ્યું હતું, ‘હું રિલેશનશિપમાં છું અને ખુશ છું’

બિગ બોગ 11 અને બિગ બોસ 14ની કન્ટેસ્ટન્ટ અર્શી ખાને કહ્યું કે, મને સલમાન ખાને 15મી સીઝન માટે આમંત્રણ આપ્યું છે. સલમાને મને મારા દીકરા શેરુને પણ સાથે લાવવા કહ્યું છે. બિગ બોસ 14માં અર્શી ખાનને ઘરમાંથી એક સોફ્ટ ટૉય મળ્યું હતું, તેનું નામ અર્શીએ શેરુ રાખ્યું હતું. આ ટૉય તેને એટલું બધું ગમી ગયું કે પોતાની સાથે લઈ ગઈ.

આફ્ટર પાર્ટીમાં સલમાને નેક્સ્ટ સીઝનમાં આવવા કહ્યું
ઈ-ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન અર્શીએ કહ્યું, ‘શોની આફ્ટર પાર્ટીમાં એક નાની બાળકી આવી હતી. તેને શેરુ જોઈતું હતું. સલમાન સરે મને તે આપી દેવા કહ્યું, પરંતુ એ કહીને ના પાડી કે શેરુ મારો દીકરો છે અને તેને દૂર ના કરી શકું.’ મારી વાત સાંભળી સલમાને હસીને કહ્યું, ‘વાહ, તું માતા બની ગઈ છો. પોતાની અંદર માતાનાં ઈમોશન્સ રાખો અને નેક્સ્ટ સીઝનમાં દીકરા સાથે ફરીથી સીઝનમાં આવો.’

અર્શીએ જણાવ્યું, ‘ભલે સલમાન ખાને મને નેક્સ્ટ સીઝનમાં આવવા કહ્યું હોય, પરંતુ હું તેમનાથી ખુશ નથી. આફ્ટર પાર્ટીમાં હું વારંવાર સલમાનને કહેતી હતી કે, એક વાર મને કહી દે હું શરીફ દેખાઉં છું. પણ તે બોલ્યા જ નહિ.’

‘રિલેશનશિપમાં છું અને ઘણી ખુશ છું’
આશરે 8 મહિના પહેલાં અર્શીએ ભાસ્કર સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું, ‘હું રિલેશનશિપમાં છું અને ઘણી ખુશ છું. જો કે, હાલ મેરેજનો કોઈ પ્લાન નથી. 2-3 વર્ષ પછી લગ્ન કરીશ. સાચું કહું તો હાલ હું મારા પાર્ટનર વિશે કંઈ કહેવા માગતી નથી. એટલું જરૂર કહીશ કે તે આ ઇન્ડસ્ટ્રીનો નથી.’