ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં આવતાં હિન્દી અને મરાઠી અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું હતું. 40 વર્ષની ઉંમરે સુનીલે દુનિયાને અલવિદા કહી દીધું હતું. છેલ્લે તે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘Gosht Eka Paithanichi’માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનીલ છેલ્લાં થોડા દિવસોથી લિવર સોરાયસિસથી પીડિત હતો. તે સારવાર પણ લઈ રહ્યા હતા પરંતુ, કમનસીબે 13 જાન્યુઆરી, શુક્રવારના રોજ તેમનું અવસાન થયું હતું.
કોણ હતા સુનિલ હોલકર?
દિવંગત અભિનેતા સુનીલ હોલકર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મેડમ સર, મોર્યા, મિસ્ટર યોગી જેવા શોનો ભાગ હતા. તેઓ અશોક હાંડેની ચૌરંગ નાટ્ય સંસ્થાન સાથે ઘણાં વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા. સુનીલે લગભગ 12 વર્ષનું જીવન થિયેટરને આપ્યું હતું.
મને મૃત્યુનો અહેસાસ થઈ ચૂક્યો હતો
હિન્દુસ્તાન ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ સુનીલને પોતાના મોતનો અહેસાસ થઈ ચૂક્યો હતો. તેઓએ પોતાના એક મિત્રને વ્હોટ્સએપ પર એક મેસેજ મોકલી દીધો હતો જેમાં લખ્યું હતું કે, ‘આ તેની છેલ્લી પોસ્ટ છે. તે બધાને સારી રીતે અલવિદા કહેવા માગતો હતો, આ સાથે જ મેસેજમાં પણ તેઓએ લોકો તરફથી મળેલા પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો હતો.’ સુનીલે પોતાની ભૂલો માટે માફી પણ માગી હતી. સુનિલનાં પરિવારમાં માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. જે તેના નિધન પછી રડી-રડીને અધમૂઆ થઈ ગયા છે.
નટુકાકા(ઘનશ્યામ નાયક)નું કેન્સરનાં કારણે નિધન થયું
આ પહેલા લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકનું 76 વર્ષની વયે નિધન થયું હતું. કેન્સર અને કીમોથેરાપી સાથેનાં લાંબા સંઘર્ષ બાદ જાણીતા અભિનેતાનું અવસાન થયું હતું. આ શોનાં નિર્માતા અસિત કુમાર મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચારની પુષ્ટિ કરી હતી.
ડો. હાથી(કવિ કુમાર આઝાદ)નું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ.હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર અભિનેતા કવિ કુમાર આઝાદનું મહારાષ્ટ્રની મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાનાં કારણે નિધન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.