ફેન્સ માટે ખરાબ સમાચાર:'સાથ નિભાના સાથિયા 2' શો છોડી રહ્યા છે કોકિલાબેન ઉર્ફ રૂપલ પટેલ, મેકર્સ મનાવવાની ટ્રાય કરી રહ્યા છે

એક વર્ષ પહેલા

ટેલિવિઝન પર વર્ષો બાદ કમબેક કરનારો શો 'સાથ નિભાના સાથિયા 2' સતત દર્શકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. શો તરફ દર્શકોનું ધ્યાન ખેંચવા માટે હાલમાં જ રસોડે મેં કૌન થા ડાયલોગ રિક્રિએટ કરવામાં આવ્યો હતો જેમાં કોકિલાબેન ઉર્ફ રૂપલ પટેલ દેખાયાં હતાં. પરંતુ શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે કારણકે રૂપલ ટૂંક સમયમાં શો છોડવાના છે.

હાલમાં જ આવેલા સ્પોટબોયના સમાચાર મુજબ રૂપલ પટેલ ટૂંક સમયમાં શો છોડી રહ્યા છે. એક્ટ્રેસે શોના શરૂઆતના 20 એપિસોડ્સ જ સાઈન કર્યા હતા જે નવેમ્બર વચ્ચે પૂરા થાય છે. કોકિલાબેનનો શોમાં મહત્ત્વનો રોલ છે એવામાં તેમનું શો છોડીને જવું દર્શકો માટે નિરાશાજનક હોઈ શકે છે. જોકે મેકર્સ હજુપણ પણ આના પર વિચાર કરી રહ્યા છે.

મેકર્સ સાથે વાતચીત ચાલું છે
રૂપલના શો છોડવાની અને તેની ગેરહાજરીમાં દેખાડવાની સ્ટોરી પહેલેથી જ નક્કી કરી લેવામાં આવી છે પરંતુ રૂપલની પોપ્યુલારિટી જોયા બાદ મેકર્સ આ પ્લાનમાં ફેરફાર કરી શકે છે. હાલ તો મેકર્સ રૂપલને મનાવવાની ટ્રાય કરવામાં છે જેથી તે શોમાં કાયમ રહે. આના પર રૂપલ તરફથી હજુ જવાબ આવવાનો બાકી છે.

'સાથ નિભાના સાથિયા 2' પહેલાં રૂપલ પટેલ 'યે રિશ્તે હૈં પ્યાર કે'માં દેખાયાં હતાં. શોમાં વ્યસ્ત હોવાના કારણે રૂપલે આ શોમાં આવવા માટે ના પાડી હતી જોકે શો અચાનક બંધ થતા એક્ટ્રેસે આ સિરિયલ માટે હા પાડી દીધી હતી. શોની બીજી સીઝનને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે જેનાથી આ શો BRCના TRP ચાર્ટમાં ત્રીજા નંબર પર છે.

અન્ય સમાચારો પણ છે...