તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRP રિપોર્ટ:રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' દર્શકોની પહેલી પસંદ બન્યો, 'તારક મહેતા..' ફરી ટોપ 5માં

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડેની ટીવી સિરિયલ 'અનુપમા' છેલ્લાં ઘણાં અઠવાડિયાથી TRP રિપોર્ટમાં ટોચ પર જોવા મળે છે. ગયા અઠવાડિયે TRP રિપોર્ટમાં 'બેરિસ્ટર બાબુ' ટોપ 5માં સામેલ હતો. આ વખતે આ શો ટોપ 5ની બહાર છે. આ અઠવાડિયે 'તારક મહેતા..' ટોપ 5માં છે. જાણીએ 45મા અઠવાડિયાનો TRP રિપોર્ટ.

  • અનુપમાઃ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'અનુપમા' એક એવી મહિલાની વાત છે, જેમાં તેણે પોતાનું જીવન પરિવારને આપ્યું છે. જોકે, તેને પરિવાર તરફથી માન-સન્માન મળ્યું નથી. થોડાં દિવસ પહેલાં જ શોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમા પોતાના પતિ વનરાજને અને તેની પ્રેમિકા કાવ્યા સાથે રંગેહાથ પકડી લે છે. આ ટ્રેકથી શોની TRPમાં જબરજસ્ત ઊછાળો આવ્યો છે. હાલમાં અનુપમા પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. શોમાં રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડે લીડ રોલમાં છે.
  • કુંડલી ભાગ્યઃ ગયા અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયની TRP વધારો થયો છે. ગયા અઠવાડિયે આ શો ત્રણ નંબર હતો અને આ વખતે બીજા નંબર છે. શોમાં અદિતિ આર્યા, ધીરજ ધૂપર, પ્રીતા તથા કરણ લીડ રોલમાં છે.
  • કુમકુમ ભાગ્યઃ આ શોની લીડ કાસ્ટ અભી-પ્રજ્ઞા ટીવીની ફેવરિટ જોડીમાંથી એક છે. શોના પ્લોટમાં પ્રમાણે રિયાએ પ્રજ્ઞાનો જીવ બચાવ્યો હતો. ગયા અઠવાડિયે આ શો ચાર નંબર પર હતો. જ્યારે આ વખતે ત્રણ નંબર પર છે.
  • ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરઃ લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સ'ની ગ્રાન્ડ ફિનાલે આ વીકમાં જોવા મળશે. ગયા અઠવાડિયે આ શો બીજા સ્થાને હતો. જોકે, આ વખતે TRPમાં ઘટાડો થયો છે. શોમાં મલાઈકા અરોરા, ટેરેન્સ તથા ગીતા કપૂર જજ છે.
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ એક લાંબા બ્રેક બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ TRP ટોપ 5માં સામેલ થઈ છે. હાલના ટ્રેક પ્રમાણે પત્રકાર પોપટલાલની નોકરી જતી રહી છે અને તેને કારણે તે મિકેનિક બની ગયા છે.

દર્શકોને રિયાલિટી શો 'બિગ બોસ 14' પસંદ ના આવ્યો
'બિગ બોસ 14'ના મેકર્સે દર્શકોને ઈમ્પ્રેસ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. એવિક્ટ થયા બાદ મેકર્સે TRP માટે કવિતા કૌશિકને શોમાં બીજીવાર બોલાવી છે. જોકે, આનાથી કંઈ ફાયદો થયો નહીં. ગઈ સિઝને TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યો હતો તો આ વખતે શો ટોપ 5માં પણ આવી શક્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો