TVની લોકપ્રિય વહુઓ:રૂપાલી ગાંગુલીની એક એપિસોડની ફી 3 લાખ રૂપિયા, નાના પડદાની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. રૂપાલી ગાંગુલી થોડાં સમય પહેલાં આ શો માટે દોઢ લાખ રૂપિયા લેતી હતી. જોકે, હવે તેણે પોતાની ફી બમણી કરી નાખી છે. હવે તે એક એપિસોડના 3 લાખ રૂપિયા લે છે.

રૂપાલી ગાંગુલી ઉપરાંત જાણીએ નાના પડદાની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસ અંગે...

હિના ખાન

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' તથા 'કસૌટી જિંદગી કી' જેવા શોમાં જોવા મળેલી હિના ખાન એક એપિસોડના 2 લાખ રૂપિયા લે છે. હિના 'બિગ બોસ 11'ની રનર અપ પણ હતી. તેણે 'ખતરો કે ખિલાડી'માં પણ ભાગ લીધો હતો. હિના ટીવી શો ઉપરાંત 'હેક્ડ', 'લાઇન્સ' જેવી ફિલ્મમાં પણ જોવા મળી છે.

જેનિફર વિન્ગેટ

'બેપનાહ', 'બેહદ' જેવા હિટ શોમાં લીડ રોલ પ્લે કરનાર જેનિફર થોડાં વર્ષો પહેલાં 70-80 હજાર રૂપિયા લેતી હતી. જોકે, 'બેહદ 2' પહેલાં તેણે ફી વધારી હતી. જેનિફરે 'કોડ M' સિરીઝમાં પણ કામ કર્યું છે.

સાક્ષી તન્વર​​​​​​​

'કહાની ઘર ઘર કી' તથા 'બડે અચ્છે લગતે હૈ' જેવા શોમાં કામ કરનારી સાક્ષી એક એપિસોડ માટે 1-1.25 લાખ રૂપિયા લે છે. સિરિયલ ઉપરાંત 'દગંલ' ફિલ્મમાં પણ કામ કર્યું છે.

દિવ્યાંકા ત્રિપાઠી

'યે હૈ મહોબ્બતે'માં કામ કરીને લોકપ્રિય થનાર દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના એક લાખ રૂપિયા લે છે. આ શો ઑફ એર થયા બાદ દિવ્યાંકા 'ક્રાઇમ પેટ્રોલ'ને હોસ્ટ કરતી જોવા મળી હતી.

સુરભિ જ્યોતિ

'કૂબૂલ હૈ', 'ઇશ્કબાઝ' 'નાગિન' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કરીને લોકપ્રિય થનાર એક્ટ્રેસ સુરભિ જ્યોતિ એક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા લે છે. સુરભિએ હાલમાં જ 'સોનમ ગુપ્તા બેવફા હૈ'થી વેબ ડેબ્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...