રૂપાલી ગાંગુલીએ ઈતિહાસ સર્જ્યો!:'અનુપમા' સિરિયલ માટે રોજની 3 લાખ રૂપિયા ફી લઈને ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ બની

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાલી ગાંગુલીએ ફીમાં ટીવી એક્ટર રામ કપૂર ને રોનિત રોયને પણ પાછળ મૂકી દીધા

પ્રોડ્યૂસર રજન શાહીની સિરિયલ 'અનુપમા' દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ શોની પ્લોટલાઇન તથા કેરેક્ટર્સ ચાહકોને ઘણાં જ પસંદ આવ્યા છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે અને તેણે 'અનુપમા'નો રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલીના પર્ફોર્મન્સના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે. દમદાર પર્ફોર્મન્સને કારણે રૂપાલી હવે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ બની ગઈ છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલીએ પોતાની ફીમાં વધારો કર્યો છે અને તે રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

રામ કપૂર તથા રોનિત રોય કરતાં પણ વધુ ફી
ઉલ્લેખનીય છે કે ટીવી ઈતિહાસમાં ટીવી એક્ટર રામ કપૂર તથા રોનિત રોયની ફી સૌથી વધારે હતી. આ બંને કલાકારો દોઢથી બે લાખની વચ્ચે ફી લેતા હતા. જોકે, રૂપાલીએ આ બંને કલાકારોને ફીમાં પછાડ્યા છે.

કો-સ્ટાર્સને આટલા રૂપિયા મળે છે
સિરિયલમાં સુધાંશુ પાંડેએ વનરાજ શાહનો રોલ પ્લે કર્યો છે અને ગૌરવ ખન્ના 'અનુજ કાપડિયા'ની ભૂમિકામાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બંને એક્ટર્સને રોજના દોઢ-દોઢ લાખ રૂપિયા મળે છે.

આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના ઉપરાંત અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ, અનેરી વજાની, મદાલસા શર્મા, પારસ કલનાવત, નિધિ શાહ જેવા કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે.

અન્ય સમાચારો પણ છે...