તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરની ચોખવટ:શહનાઝ ગિલ સાથે બ્રેકઅપની ચર્ચા પર સિદ્ધાર્થે શુક્લાએ કહ્યું, આટલી નેગેટિવિટી ક્યાંથી લાવો છો?

14 દિવસ પહેલા
બિગ બોસ 13 પછી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ઊડી હતી
  • ઘણા સમયથી બંનેનાં બ્રેકઅપની ચર્ચાઓ થઈ રહી છે
  • ‘ભુલા દુન્ગા’ મ્યુઝિક વીડિયોમાં બંનેની જોડી દર્શકોને ઘણી ગમી હતી

‘બિગ બોસ 13’નાં વિનર સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝ ગિલ સાથેના બ્રેકઅપની અફવા બાબતે ટ્વીટ કર્યું છે. એક્ટરે લખ્યું, ઘણા ન્યૂઝ આર્ટિકલ્સ વાંચી રહ્યો છું. આ બધા બહુ રમૂજી છે. ભાઈ, આઈ બોલ્સ જોઈતા હોય તો કંઇક પોઝિટિવ લખો. આટલી નેગેટિવિટી ક્યાંથી લાવો છો? તમે મને મારા કરતાં પણ વધારે કેવી રીતે ઓળખી લો છો? આમાં હવે વધારે તો શું કહું, ભગવાન તમારા બધાનું ભલું કરે.

એક્ટરની પોસ્ટ
એક્ટરની પોસ્ટ

ચાહકોએ ટ્વીટમાં કમેન્ટ કરી
સિદ્ધાર્થના એક ફેને કમેન્ટ કરીને લખ્યું, ભાઈ, તમે સિંગલ છો તેવું ઘણા લોકો માનતા નથી. એ લોકોને લાગે છે તમે શહનાઝ સાથે રિલેશનમાં છો. પ્લીઝ સર, આ બધાને હકીકત જણાવી દો. તમે સિંગલ છો કે સારા મિત્રો છો તે જણાવી દો. આ મારી રિક્વેસ્ટ છે. બીજા ચાહકે લખ્યું, સિદ્ધાર્થ, જો આ બધું હું કંટ્રોલ કરી શકત તો તમારા સુધી કોઈ નેગેટિવિટી પહોંચવા જ ના દેત. હું ઈચ્છું છું કે તમારા માટે દુનિયા સારી અને દયાળુ બને.

‘ભુલા દુન્ગા’ મ્યુઝિક વીડિયોમાં સિદ્ધાર્થ અને શહનાઝ
‘ભુલા દુન્ગા’ મ્યુઝિક વીડિયોમાં સિદ્ધાર્થ અને શહનાઝ

મ્યુઝિક વીડિયોમાં બંને સાથે દેખાઈ ચૂક્યા છે
સિદ્ધાર્થ અને શહનાઝ બિગ બોસ 13માં એકસાથે દેખાયા હતા, એ પછીથી તેમની ડેટિંગની અફવા ઊડી રહી છે. શો પછી બંને મ્યુઝિક વીડિયોમાં પણ સાથે દેખાયા. ‘ભુલા દુન્ગા’ વીડિયોમાં ચાહકોને તેમની કેમેસ્ટ્રી ઘણી ગમી હતી. આ સોંગ દર્શન રાવલે ગાયું અને કમ્પોઝ પણ કર્યું હતું.

બિગ બોગ 13નો વિનર
બિગ બોગ 13નો વિનર

સિદ્ધાર્થ વિનર બનતાની સાથે અનેક વિવાદ શરુ થયા હતા
‘બિગ બોસ’ની 13મી સિઝનનો વિનર સિદ્ધાર્થ શુક્લા બન્યો હતો. જોકે, સિદ્ધાર્થ શુક્લા વિનર બનતા જ વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે સિદ્ધાર્થ શુક્લાની જીત પર વિરોધ ઉઠાવ્યો હતો અને મેકર્સ પર બાયસ્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં ‘બિગ બોસ’ની ક્રિએટિવ ટીમમાંથી એક મહિલા કર્મચારીએ સિદ્ધાર્થ શુક્લા વિજેતા બનતા રાજીનામુ આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...