તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખતરો કે ખિલાડી:લોકડાઉન દરમિયાન મુંબઈમાં રોહિત શેટ્ટીનો શો લોન્ચ થયો, કન્ટેસ્ટન્ટ સાથે દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી

25 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
કન્ટેસ્ટન્ટ શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, સના મકબૂલ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી સામેલ રહ્યા - Divya Bhaskar
કન્ટેસ્ટન્ટ શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, સના મકબૂલ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી સામેલ રહ્યા
  • રોહિતે કહ્યું, હજુ કોરોનાથી આઝાદ થયા નથી એ ભૂલવું ના જોઈએ
  • લોન્ચિંગ દરમિયાન શોના કન્ટેસ્ટન્ટ હાજર હતા

થોડા મહિના પહેલાં કોરોનાના વધી રહેલા કેસોને લીધે મુંબઈમાં ઘણી ટીવી સિરિયલોનું શૂટિંગ બંધ કરાવવું પડ્યું હતું. આ દરમિયાન ઘણી ચેનલ્સે પોતાનો શો લોન્ચ કરવાનો પ્લાન પોસ્ટપોન કર્યો હતો. જો કે, હવે મહામારીની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને આ દરમિયાન રોહિત શેટ્ટીનો શો ‘ખતરો કે ખિલાડી’ પણ લોન્ચ થયો છે. લોન્ચિંગ દરમિયાન રોહિત ઉપરાંત કન્ટેસ્ટન્ટ શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, સના મકબૂલ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ, અનુષ્કા સેન, આસ્થા ગિલ અને દિવ્યાંકા ત્રિપાઠી સામેલ હતાં.

શો લોન્ચ દરમિયાન દિવ્યાંકા ત્રિપાઠીની વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરવામાં આવી
લોન્ચિંગ દરમિયાન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને ચેનલ તરફથી એક સરપ્રાઈઝ મળ્યું હતું. 8 જુલાઈએ તેણે વિવેક દહિયા સાથે 5મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. આખી ટીમે લોન્ચ દરમિયાન કેક કટિંગ કરી સેલિબ્રેશન કર્યું.

રોહિતે કહ્યું, હજુ પણ સાવચેત રહેવું પડશે
લોકડાઉન દરમિયાન શો લોન્ચ વિશે રોહિતે કહ્યું , ધીમે-ધીમે બધું પાટા પર ચડતાં મને સારું લાગી રહ્યું છે, પરંતુ આપણે ભૂલવું ના જોઈએ કે હજુ કોરોનાથી આઝાદ થયા નથી. આપણે સાવચેત રહેવું પડશે. વાતચીત દરમિયાન રોહિતે શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી.