અધૂરો પ્રેમ:એક્ટરના નિધન બાદ ખુલાસો, શેહનાઝે સગાઈ કરી લીધી હતી, ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપલે લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી હતી
  • પોતાના લગ્ન માટે 3 દિવસનું પ્લાનિંગ કર્યું હતું

એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકને કારણે નિધન થયું હતું. પોતાની એક્ટિંગથી લાખો દિલોમાં જગ્યા બનાવનાર સિદ્ધાર્થના અંતિમસંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ ઓશિવારામાં કરવામાં આવ્યા. તેના અંતિમસંસ્કારની ઘણી તસવીરો સામે આવી રહી છે, તેમાંથી કેટલીક તસવીર તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ શેહનાઝ ગિલની પણ છે.

લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં
રિપોર્ટ્સના અનુસાર, આ રૂમર્ડ કપલ ડિસેમ્બર 2021માં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું. એ સિવાય એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કપલે સગાઈ કરી લીધી હતી અને પોતાના લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, કપલે તેમના પરિવારોને જાણ કરી હતી અને તેઓ લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતાં. લગ્ન માટે કપલે રૂમ અને બેન્ક્વેટને બુક કરવા માટે મુંબઈની એક મોટી હોટલની સાથે પણ વાતચીત કરી રહ્યું હતું. કપલે પોતાના લગ્ન માટે 3 દિવસનું પ્લાનિંગ કર્યું હતું. કપલના મિત્ર અને નજીકના પરિવારના સભ્યોએ આ વાતને સિક્રેટ રાખી હતી.

અબુ મલિકે ખુલાસો કર્યો
એક ઈન્ટરવ્યુમાં બિગ બોસના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સિંગર અબુ મલિકે પણ ખુલાસો કરતાં જણાવ્યું કે શેહનાઝ ઈચ્છતી હતી કે સિદ્ધાર્થ તેને લગ્ન માટે પ્રપોઝ કરે. શેહનાઝે આ વાત મને 22 માર્ચ 2020ના રોજ જણાવી હતી. મને લાગે છે તે પહેલું લોકડાઉન થયું તેના એક દિવસ પહેલાંની વાત છે.

અંતિમસંસ્કાર દરમિયાન શેહનાઝે સાનભાન ગુમાવ્યું હતું
સિદ્ધાર્થના અંતિમસંસ્કાર દરમિયાન શેહનાઝ ગિલ સાનભાન ગુમાવી દીધું હોય એવી હાલતમાં જોવા મળી હતી. સ્મશાનઘાટમાં જ્યારે તે કારમાંથી બહાર આવી ત્યારે તેના ભાઈએ તેને પકડી રાખી હતી. તે પોતાની જાતે ચાલી શકે એવી સ્થિતિમાં પણ નહોતી. અંતિમસંસ્કાર દરમિયાન તે બેભાન થઈ ગઈ હતી અને જ્યારે ભાનમાં આવી તો તે 'સિદ્ધાર્થ સિદ્ધાર્થ'ની બૂમો પાડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...