તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી અપડેટ:6 મહિનાથી ચાલતો રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12' પૂરું થવાનું નામ નથી લેતો, 'ધ કપિલ શર્મા શો'નું કમબેક ટલ્લે ચઢ્યું

મુંબઈ5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

'ધ કપિલ શર્મા શો' જાન્યુઆરી, 2021ના લાસ્ટ વીકમાં ઓફએર થયો હતો. માનવામાં આવતું હતું કે આ શો મે મહિનામાં કમબેક કરશે. જોકે, હવે આ પ્લાન પોસ્ટપોન થઈ ગયો છે. પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોના મતે હાલમાં ચેનલે શોને જૂન મહિના સુધી ટાળી દીધો છે. જોકે, ચેનલ પોતાના નિર્ણય પર નિશ્ચિત નથી.

મે મહિનામાં કપિલ અને તેની ટીમ પરત નહીં આવે
સૂત્રોના મતે, 'જાન્યુઆરીમાં કપિલનો શો એટલા માટે ઓફએર થયો હતો, કારણે ગેસ્ટ તરીકે બોલિવૂડ કલાકારો મળતા નહોતા. થિયેટરમાં ફિલ્મ રિલીઝ થતી નહોતી અને આ જ કારણે કલાકારો શોમાં પ્રમોશન માટે આવતા નહોતા. થોડાં અઠવાડિયા વેબ સિરીઝ તથા ટીવી એક્ટર્સ સાથે કામ ચલાવવામાં આવ્યું. જોકે, આ સમયે TRP ઘણી જ ઘટી ગઈ હતી. આથી જ મેકર્સે બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતના પ્લાન પ્રમાણે, ટીમ મે મહિનામાં કમબેક કરવાની હતી, પરંતુ હવે આ શક્ય લાગતું નથી.'

એક્ટર્સ તથા ક્રૂ મેમ્બર્સને આની માહિતી આપી દેવામાં આવી છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે કોવિડની બીજી લહેર ઘણી જ ઘાતક છે. મેકર્સને ખ્યાલ છે કે આ સ્થિતિમાં એક્ટર્સ સેટ પર આવી શકશે નહીં. તેમને પહેલાં એવી આશા હતી કે મે મહિનામાં કોવિડની સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવશે, પરંતુ એમ થયું નહીં. આ જ કારણથી આ મહિનાથી શોના કમબેકનો પ્લાન કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આવતા મહિને જો મહારાષ્ટ્રમાં શૂટિંગની પરવાનગી આપશે તો મેકર્સ શો અંગે વિચારશે. જો સ્થિતિ સુધરી નહીં તો આગામી મહિને પણ શો રી-લૉન્ચ થાય તેવી કોઈ શક્યતા નથી. શો સાથે જોડાયેલા એક્ટર્સ તથા ક્રૂ મેમ્બર્સને આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે.

છ મહિનાથી ચાલે છે 'ઈન્ડિયન આઈડલ 12'
આ દરમિયાન સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12' હજી પણ ચાલુ રહેશે. સૂત્રોના મતે, ગયા નવેમ્બરમાં શરૂ થયેલો આ શો એપ્રિલમાં પૂરો થવાનો હતો. જોકે, ચેનલે આમ કર્યું નહીં. છ મહિનાથી ચાલતા આ શોમાં છેલ્લાં 2 મહિનાથી 9 સ્પર્ધકો જોવા મળે છે. એલિમિનેશન પણ થતુ નથી. જ્યાં સુધી કપિલ શર્માનો શો આવશે નહીં, ત્યાં સુધી આ 'ઈન્ડિયન આઈડલ' ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે આ શોની 11મી સિઝન 12 ઓક્ટોબર, 2019થઈ લઈ 23 ફેબ્રુઆરી, 2020 સુધી ટેલિકાસ્ટ થઈ હતી.

કૃષ્ણા અભિષેકે મે મહિનામાં કમબેકની વાત કરી હતી
કપિલ શર્માના શોમાં કૃષ્ણા અભિષેકે સપનાનું પાત્ર ભજવ્યું છે. તેણે મે મહિનામાં શો કમબેક કરશે, તેવી વાત કરી હતી. તેણે ગયા મહિને કહ્યું હતું, 'શો મે મહિનામાં પરત આવશે. હજી સુધી ડેટ ફિક્સ કરવામાં આવી નથી. આ વખતે શોમાં અલગ બાબત જોવા મળશે. સેટ ફરીથી બનાવવામાં આવશે. અમારી પાસે નવો સેટ હશે. અમે ટૂંક સમયમાં તમને ખુશખબરી આપીશું.'