યાદોમાં નટુકાકા:ગડા ઇલેક્ટ્રોનિક્સના રિયલ માલિકે ઘનશ્યામ નાયકને અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ઓક્ટોબરે ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં અવસાન થયું હતું

77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સો.મીડિયામાં ચાહકો તથા કલાકારોએ નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હાલમાં જ સિરિયલમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે સો.મીડિયામાં નટુકાકા અંગે પોસ્ટ શૅર કરી હતી.

ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવ્યો
ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. તે ઘનશ્યામ નાયકના ઘરે ગયો હતો અને તેમની તસવીર સાથે સેલ્ફી ક્લિક કરીને સો.મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે ગુરુચરણે કહ્યું હતું, તેમના ચહેરા પર હાસ્ય, આંખોમાં આંસુ અને હિંમત સાથે આ છેલ્લી તસવીર ક્લિક કરી. ઘનશ્યામ નાયક/નટુકાકાની હાજરી છેલ્લી વાર અનુભવવા માટે મુંબઈ આવ્યો, પરંતુ તે આપણાં હૃદયમાં હંમેશાં જીવિત રહેશે.

ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિકે અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી
ઉલ્લેખનીય છે કે સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગડા ઇલેક્ટ્રોનિક્સ બતાવવામાં આવી છે. આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. આ જ દુકાનમાં જેઠાલાલ (દિલીપ જોષી), નટુકાકા (ઘનશ્યામ નાયક) તથા બાઘા (તન્મય વેકરિયા) જોવા મળે છે. સિરિયલમાં નટુકાકા દુકાનમાં જે ખુરશીમાં બેસે છે, તે જ ખુરશી પર તેમનો ફોટો મૂકીને દુકાનના રિયલ માલિક શેખર ગડિયારે ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું હતું કે લવ યુ ઘનશ્યામ કાકા અને મિસ યુ નટુકાકા.

શેખર ગડિયારે નટુકાકાનો ફોટો ખુરશી પર મૂકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
શેખર ગડિયારે નટુકાકાનો ફોટો ખુરશી પર મૂકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

સો.મીડિયામાં ચાહકોએ પણ નટુકાકાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી