બિગ બોસ 15:રતિ પાંડે રિયાલિટી શોનો ભાગ નહીં બને, બીજા કમિટમેન્ટના કારણે બિગ બોસની ઓફર ઠુકરાવી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રતિ પાંડેને બિગ બોસ 15ની કન્ટેસ્ટન્ટ બનવા માટે ઓફર મળી હતી
  • મેકર્સ દ્વારા શોમાં ભાગ લેનાર સેલેબ્સના નામ કન્ફર્મ કરી દેવામાં આવ્યા છે

ટેલિવિઝનનો પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 15, 2 ઓક્ટોબરથી કલર્સ ટીવી પર શરૂ થઈ રહ્યો છે. શોમાં ભાગ લેવા માટે કન્ફર્મ સભ્યોનું એક લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાંથી કેટલાક ક્વોરન્ટાઈન થયા બાદ ઘરમાં એન્ટર થઈ ચૂક્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે શાદી મુબારક એક્ટ્રેસ રતિ પાંડે પણ આ સિઝનનો ભાગ રહેશે, જો કે, ખુદ એક્ટ્રેસ આ સમાચારોને અફવા ગણાવ્યા છે.

સતત બિગ બોસમાં જવાના સમાચાર સામે આવવા પર રતિ પાંડેએ ઈટાઈમ્સને કહ્યું, હા આ વાત સાચી છે કે મને બિગ બોસ 15ની કન્ટેસ્ટન્ટ બનવા માટે ઓફર મળી હતી, પરંતુ બીજા કમિટમેન્ટના કારણે હું આ વખતે શોમાં નહીં જઉં. શોમાં મારા વિશે જે સમાચાર આવી રહ્યા છે તે માત્ર એક અફવા છે.

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, બિગ બોસ જોવાનું પસંદ છે અને મેં છેલ્લી કેટલીક સીઝનને ફોલો પણ કરી છે. પરંતુ જો હું ગમે ત્યારે બિગ બોસમાં જઈશ તો મને નથી ખબર કે શું થશે.

જણાવી દઈએ કે રતિ પાંડે સિવાય ઉતરન ફેમ એક્ટ્રેસ ટીના દત્તા, મોહસિન ખાન, શિવાંગી જોશી જેવા ઘણા સેલેબ્સના નામ પણ બિગ બોસ 15મા ભાગ લેવા માટે સામે આવ્યા હતા, જો કે, કન્ફર્મ સભ્યોના લિસ્ટમાં તેમના નામ સામેલ નથી.

આ સિઝનના કન્ફર્મ સભ્યો
મેકર્સ દ્વારા શોમાં ભાગ લેનાર સેલેબ્સના નામ કન્ફર્મ કરી દેવામાં આવ્યા છે જેમાં ઉમર રિયાઝ, ડોનલ બિષ્ટ, આકાસ સિંહ, અફસાના ખાન, સિંબા નાગપાલ, કરણ કુંદ્રા, શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, વિધી પાંડ્યા, મિશા અય્યર, સાહિલ શ્રોફ, ઈશાન સેહગલ, વિશાલ કોટિયન, તેજસ્વી પ્રકાશ સામેલ છે.