ટીઝર આઉટ:રણવીર સિંહ 'જંગલ મેં મંગલ' કરતો જોવા મળ્યો, બેયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગન, અક્ષય કુમાર તથા રજનીકાંત બાદ હવે એક્ટર રણવીર સિંહ એન્ડવેન્ચર શોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. શોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં રણવીર ક્યારેક જંગલમાં તો ક્યારેક પર્વત પર જોવા મળે છે. ટીઝરમાં જોવા મળે છે કે રણવીરની પાછળ રીંછ પડ્યું હોય છે. રણવીરે શોની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

રણવીરે સો.મીડિયામાં શોનું ટીઝર શૅર કરીને કહ્યું હતું, 'જંગલ મેં મંગલ'માં રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ, રોમાંચકારી રોમાંચથી ભરપૂર ઇન્ટર એક્ટિવ સ્પેશિયલ શો ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ શો 8 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર આવશે.'

શું છે ટીઝરમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે બેયરની સાથે રણવીર જંગલમાં ફરે છે. અહીંયા તે વિવિધ બાબતો જાણવાનો પ્રયાસ કરે છે. જોકે, આ સમયે તેમની પાછળ રીંછ પડે છે. વીડિયોમાં રણવીર ભાગતો ને બૂમો પાડતો જોવા મળે છે. તે કહેતો હોય છે કે બટન દબાઓ અને બચાવો.

જંગલમાં એડવેન્ચર કરવા માટે બેયર ગ્રિલ્સ લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે બેયર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલના સૌથી ચર્ચિત શો 'મેન વર્સિસ વાઇલ્ડ'ને હોસ્ટ કરવા માટે લોકપ્રિય છે. આ શોમાં બેયર જંગલમાં એડવેન્ચર કરતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા.