તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:'રામાયણ' ફૅમ દીપિકા ચિખલિયાના સસરાનું નિધન, ભાવુક થતાં કહ્યું- હંમેશાં મને દીકરી માની

મુંબઈ5 દિવસ પહેલા

રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતામાતાનો રોલ પ્લે કરનાર દીપિકા ચિખલિયાના સસરા ભીખુભાઈ ડાહ્યાભાઈ ટોપીવાલાનું અવસાન થયું હતું. દીપિકાએ સો.મીડિયામાં સસરાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી.

શું કહ્યું દીપિકાએ?
દીપિકાએ સો.મીડિયામાં સસરાની તસવીર સાથે એક નોટ શૅર કરી હતી. આ તસવીર પોસ્ટ કરીને દીપિકાએ કહ્યું હતું, 'રેસ્ટ ઈન પીસ. તે મારા સસરા હતા, પરંતુ હંમેશાં મને એક દીકરીની જેમ રાખી. હંમેશાં મને સલાહ આપી. તેઓ હંમેશાં કંઈક અલગ વિચારતા હતા. પપ્પા તમારી બહુ જ યાદ આવશે. તમે અમારા દિલમાં, અમારી પ્રાર્થનામાં હંમેશાં રહેશો.'

શૅર કરેલી નોટમાં શું લખ્યું છે?
દીપિકાના સસરા 88 વર્ષના હતા. દીપિકાએ શૅર કરેલી તસવીરમાં પરિવારની નોટ પણ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, 'દુનિયા માટે દૂરદર્શી હતા. એક એવી વ્યક્તિ, જે પોતાના સમયથી ઘણાં જ આગળ હતા, પોતાના વ્યક્તિઓ માટે તાકત હતા, તેમની હાજરીમાં શાંતિ અનુભવાતી હતી, તેમણે અમને હિંમત તથા ગરિમા સાથે જીવવાનું શીખવ્યું છે. તેઓ એવા વ્યક્તિ હતા, જેમણે અમને અમારા સપનાઓ પાછળ દોડતા શીખવ્યું અને જીવનને પૂરી રીતે જીવતા શીખવ્યું. હંમેશાં યાદ રહેશો. મણીબેન ટોપીવાલા.'

દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં છે
ઉલ્લેખનીય છે કે દીપિકા ચિખલિયાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં છે. શ્રૃંગાર ચાંદલા તથા ટિપ્સ એન્ડ ટો કોસ્મેટિક કંપનીના માલિક છે. બંનેની મુલાકાત એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી.

1983માં કરિયરની શરૂઆત, 1987માં 'રામાયણ'થી સ્ટારડમ મળ્યું
દીપિકા ચિખલિયાએ કરિયરની શરૂઆત 1983માં આવેલી ફિલ્મ 'સુન મેરી લૈલા'થી કરી હતી. ત્યારબાદ દીપિકા સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. 1987માં દીપિકાએ 'રામાયણ' સિરિયલમાં કામ કર્યું હતું. આ સિરિયલથી દીપિકા ચિખલિયા દેશમાં જ નહીં વિશ્વભરમાં લોકપ્રિય થઈ હતી. રિયલ લાઈફમાં પણ ચાહકો તેને સીતામાતા કહીને બોલાવતા હતા. દીપિકાએ 1991માં વડોદરાની સીટ પરથી ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો