કિસ્સા / ‘રામાયણ’ ફૅમ સુનીલ લહરીએ કહ્યું, મારી ભૂલને કારણે ગંભીર સીનના શૂટિંગ સમયે પણ બધા હસવા લાગ્યા હતાં

X

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 06:53 PM IST

મુંબઈ. ‘રામાયણ’ના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરી હાલમાં સિરિયલના શૂટિંગ દરમિયાન કેવી મુશ્કેલીઓ પડતી હતી તેને લઈ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. તેમણે વીડિયોમાં શૂટિંગના બે કિસ્સાઓની વાત કરી હતી. 

વનવાસ જતા પહેલાંના સીનની વાત કરી
સિરિયલમાં કૈકયી રામનો રાજ્યભિષેક થાય તે પહેલાં 14 વર્ષ વનવાસ જવાની વાત કરે છે. વનવાસ જતા પહેલાં અરૂણ ગોવિલ (રામ) તથા સુનીલ લહરી (લક્ષ્મણ) વચ્ચે દલીલો થાય છે. આ સમય દમરિયાન સિરિયલમાં લક્ષ્મણ બનેલા સુનિલ લહરી માતા કૈકયીને લઈ વાત કરે છે. જોકે, આ સમયે તે શબ્દ ખોટો બોલે છે. આ કારણે આટલાં ગંભીર સીન વચ્ચે પણ સેટ પર રહેલા તમામ લોકો હસી પડ્યાં હતાં. સુનીલ લહરીના મતે, લાઈટ ના હોવાથી તે સમયે શૂટિંગમાં મોડું થયું હતું અને દૂરદર્શનને એપિસોડ પહોંચાડવો જરૂરી હતી. આ સમયે શૂટિંગમાં થોડું પણ મોડું થાય તે પોસાય તેમ નહોતું. જોકે, તેમની ભૂલને કારણે શૂટિંગમાં મોડું થતું હતું.

View this post on Instagram

shooting Ke Piche Ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 15, 2020 at 1:51am PDT

અન્ય કિસ્સો શૅર કર્યો
વધુમાં વીડિયોમાં સુનીલ લહરીએ કહ્યું હતું કે દૂરદર્શનને એપિસોડ પહોંચાડવો જરૂરી હોવાથી તે દિવસે લંચ બ્રેક લેવામાં આવ્યો નહોતો. તેમને બહુ ભૂખ લાગી હતી અને તેમણે રામાનંદ સાગરને લંચ માટે વિનંતી કરી હતી. તો રામાનંદ સાગરે સુનીલને સેટ પર ભોજન મગાવવાની વાત કહી હતી. સુનીલ લહરી સેટ પર જ જમવા બેસી ગયા હતાં. જોકે, લાઈટિંગ ચેન્જ કરવાની થઈ ત્યારે સ્પોટબોયે ભૂલથી મોટો પંખો સુનીલ લહરીની સાઈડ કરી દીધો હતો અને તેને કારણે બધું જ ભોજન તેમના કપડાં પર પડ્યું હતું, જેને કારણે કપડાં બગડ્યાં હતાં. જ્યાં સુધી કપડાં સાફ થઈને ના આવ્યા ત્યાં સુધી શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું.

આ પહેલાં ‘રામાયણ’ના સેટ પરની તસવીર શૅર કરી હતી
સુનીલ લહરીએ ‘રામાયણ’ના સેટ પરની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં અરૂણ ગોવિલ, સુનીલ લહરીની સાથે રામાનંદ સાગરનો દીકરો સુભાષ સાગર તથા પૌત્ર જ્યોતિ સાગર બેઠેલાં જોવા મળ્યાં હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી