તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદગાર કિસ્સા:‘રામાયણ’ ફૅમ સુનીલ લહરીએ કહ્યું, સિરિયલના એક સીનિયર કલાકાર રાતમાં વિચિત્ર રીતે નસકોરા બોલાવતા હતા

મુંબઈ10 મહિનો પહેલા

‘રામાયણ’ ફૅમ સુનીલ લહરી સિરિયલને લગતી રસપ્રદ માહિતી સોશિયલ મીડિયામાં શૅર કરે છે. તેઓ આ સિરિયલના શૂટિંગ દરમિયાનના કોઈ પણ બે ઈન્ટરસ્ટિંગ કિસ્સા શૅર કરે છે. હાલમાં જ તેમણે આ સિરિયલના બે સીન પાછળની ફની વાત શૅર કરી હતી.

ધોતીના રંગ કાચા હતાં
આ સિરિયલના એક સીનમાં ભગવાન રામ (અરૂણ ગોવિલ), લક્ષ્મણ (સુનીલ લહરી), ભરત (સંજય જોગ) તથા શત્રુધ્ન (સમીર રાજડા) સ્નાન કરતાં હોય છે. આ સીનમાં તેમણે જે ધોતી પહેરી હતી, તેનો રંગ ઘણો જ કાચો હતો. આ ધોતીનો રંગ ગયો હતો અને જે તેમના શરીર તથા કપડાં પર ચોંટી ગયો હતો.

View this post on Instagram

kuch chatpati Ankahi baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 11, 2020 at 11:39pm PDT

સીનિયર કલાકારે ઊંઘ ખરાબ કરી હતી
બીજા કિસ્સાની વાત કરતાં સુનીલ લહરીએ કહ્યું હતું કે આ સિરિયલમાં લગ્નની સીક્વન્સ હતી. આ સીક્વન્સમાં સેટ પર બહુ જ ભીડ હતી અને બહુ બધા લોકો આવ્યા હતાં. રાત્રે વધારે લોકો હોવાથી દરેકે પોતાનો રૂમ શૅર કરવો પડ્યો હતો. તે રૂમમાં એકલા હોવાથી તેમને કહેવામાં આવ્યું કે તે સીનિયર એક્ટર સાથે રૂમ શૅર કરે. સુનીલ લહરીને આની સામે કોઈ વાંધો પણ નહોતો. જોકે, એ સમયે તેમને ખ્યાલ નહોતો કે સીનિયર એક્ટર સાથે રૂમ શૅર કરવો તેમને કેટલું ભારે પડશે.

આ સીનિયર એક્ટરને રાત્રે ઊંઘમાં બોલવાની તથા વિચિત્ર રીતે નસકોરા બોલાવવાની આદત હતી. તેમની આ આદતને કારણે સુનીલ લહરીને આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે લગ્નની સીક્વન્સનું શૂટિંગ હતું. તેમણે માંડમાંડ આ સીન શૂટ કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો