તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ સ્ટોરી:‘રામાયણ’ ફૅમ દીપિકાએ પોતાની લવ સ્ટોરી જણાવી, કહ્યું- રિયલ લાઈફ ‘રામ’ને પહેલી વાર ક્યાં મળ્યાં હતાં?

મુંબઈએક વર્ષ પહેલા

ટીવી સિરિયલ ‘રામાયણ’માં સીતાનો રોલ પ્લે કરનાર દીપિકા ચિખલિયા હાલમાં સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયામાં અંગત જીવન તથા શૂટિંગને લઈને કિસ્સા શૅર કરતાં હોય છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લગ્નને લઈ વાત કરી હતી. દીપિકાએ બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં છે. દીપિકાએ પોતાના રિયલ લાઈફ ‘રામ’ એટલે કે હેમંત સાથે કેવી રીતે પ્રથમ મુલાકાત થઈ તે અંગે પોસ્ટ શૅર કરી હતી. 

પહેલીવાર અહીંયા મળ્યાં હતાં
દીપિકાએ લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘તમને તમામને એ વાતનો ખ્યાલ છે કે સીતા તથા રામ કેવી રીતે મળ્યાં હતાં. જોકે, તમને એ ખ્યાલ નથી કે રિયલ લાઈફમાં રામ તથા સીતા એટલે કે હું અને હેમંત ટોપીવાલા કેવી રીતે મળ્યાં હતાં. વર્ષ 1961થી મારા પતિ હેમંતનો પરિવાર શૃંગાર નામ હેઠળ ટ્રેડિશનલ કોસ્મેટિક્સ વેચે છે. મારી પહેલી ફિલ્મ ‘સુન મેરી લૈલા’માં મેં એક મોડલનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં શૃંગાર કાજલની જાહેરાત હતી. હેમંત આ જાહેરાતનું શૂટિંગ જોવા માટે સેટ પર આવ્યા હતાં. મારી પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારબાદ અમે બંને પોત-પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. જોકે, અમે બંને એકબીજા સાથેની પહેલી મુલાકાત ભૂલ્યાં નહોતાં.’

શૃંગારની જાહેરાતમાં દીપિકા
દીપિકાએ બીજી પોસ્ટમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો જાહેરાતનો છે. આ જાહેરાત શૃંગાર ડિલક્સ કાજલની છે. દીપિકાએ આ જાહેરાતમાં આ બ્રાન્ડની કાજલ લગાવેલી હોય છે અને સ્ટાઈલિશ લુકમાં પાર્ટીમાં જોવા મળે છે. આ જાહેરાતના શૂટિંગ દરમિયાન હેમંત તથા દીપિકાની પહેલી મુલાકાત થઈ હોય છે. આ વીડિયો સાથે દીપિકાએ કેપ્શન આપ્યું હતું, ‘તેમની બ્રાન્ડની પ્રોડક્ટ કાજલનું શૂટિંગ હતું. અત્યારે પણ કાજલ, ચાંદલો તથા કંકુ બનાવે છે.’

ફેરા ફરતાં સમયની તસવીર શૅર કરી
દીપિકાએ લગ્ન સમયે ફેરા ફરતાં હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારું ઈન્સ્ટા ફેમિલી... અમારી સ્ટોરી આગળ વધી. અમે સેટ પર અમારી કરિયરને લઈ વાત કરતાં હતાં. આ જ સમયે તેમણે અભ્યાસની સાથે સાથે પિતાનો બિઝનેસ પણ સંભાળવાની શરૂઆત કરી. વર્ષો બાદ તેમણે મને મારા ઘરની નજીક આવેલા પાર્લરમાં જોઈ હતી. તેમણે મને પછી કહ્યું હતું કે આટલા વર્ષોમાં હું તેમના મનમાં રહી હતી. અંતે, ફેમિલી ફ્રેન્ડની મદદથી 1991માં 28 એપ્રિલના રોજ અમારી મુલાકાત થઈ. અમે બે કલાક સુધી એકબીજા સાથે વાતો કરી હતી. ઘરે આવીને અમે અમારા પરિવારને કહ્યું કે અમને અમારો લાઈફ પાર્ટનર મળી ગયો છે. બીજા જ દિવસે મારો જન્મદિવસ હતો. એટલે કે 29 એપ્રિલે અમારા ગોળધાણા થયા. આ જ વર્ષે અમારા લગ્ન થઈ ગયા. બાકીનો ઈતિહાસ છે...’

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ બીજીવાર પ્રસારિત કરવામાં આવી હતી. આ સિરિયલ સૌ પહેલાં 1987માં દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. હાલમાં સ્ટાર પ્લસ પર આ સિરિયલ આવી રહી છે. સિરિયલમાં રામનો રોલ અરૂણ ગોવિલ, લક્ષ્મણનો રોલ સુનીલ લહરીએ પ્લે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો