ટીવીના સ્ટાર કપલ ગુરમીત ચૌધરી તથા દેબિના બેનર્જી હાલમાં જ લંડનથી પરત ફર્યા છે. બંનેએ કોરોનાકાળમાં નવું વર્ષે લંડનમાં સેલિબ્રેટ કર્યુ્ં હતું. મુંબઈ એરપોર્ટથી ઘરે આવતા સમયે ગાડીમાં દેબિના તથા ગુરમીતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં બંનેએ લંડનના અનુભવો શૅર કર્યા હતા.
શું કહ્યું દેબિનાએ?
દેબિના તથા ગુરમીતે વીડિયોમાં કહ્યું હતું કે ભારતની બહાર કોરોનાને કારણે કેવી સ્થિતિ છે તેની દૂરથી આપણને કંઈ ખાસ ખબર પડતી નથી, પરંતુ કોરોના અંગે ઘણાં જ કડક નિયમો છે.
કોરોનાનો ટેસ્ટ 60 હજારમાં પડ્યો
વધુમાં દેબિનાએ કહ્યું હતું કે તેઓ જ્યારે લંડન લેન્ડ થયાં ત્યારે તેમણે 15-15 હજાર એટલે કે 30 હજાર રૂપિયામાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આ વાત તેમને અત્યારે પણ દુઃખી કરી દે છે. ગુરમીતે કહ્યું હતુ કે લંડન ગયા ત્યારે 30 હજાર અને જ્યારે લંડનથી મુંબઈ આવવાનું થયું ત્યારે પણ 30 હજાર રૂપિયામાં કોરોના ટેસ્ટ થયો હતો. એટલે કે ટોટલ 60 હજારમાં કોરોના ટેસ્ટ થયો હતો. 60 હજારની એક ટિકિટ આવી શકી હોત.
દેબિનાએ કોરોના ટેસ્ટની વિચિત્ર વાત કહી
દેબિનાએ આગળ કહ્યું હતું કે જ્યારે તે લંડન એરપોર્ટ પર ઊતરી અને તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેને ઘણું જ વિચિત્ર લાગ્યું હતું. કારણ કે કોરોના ટેસ્ટ દરમિયાન જે સ્ટિક મોંમા નાખવામાં આવી હતી, તે જ સ્ટિક નાકમાં નાખવામાં આવી હતી. આ વાત તેને સહેજ પણ ગમી નહોતી. આ અંગે ગુરમીતે એવું કહ્યું હતું કે સારું થયું કે પહેલાં સ્ટિક નાકમાં ના નાખી.
ભારતીય ભોજન મિસ કર્યું
ગુરમીત તથા દેબિનાએ કહ્યું હતું કે લંડનમાં તેમને ભારતીય ભોજન તથા તેમના ડૉગની ઘણી જ યાદ આવતી હતી.
'રામાયણ' શોથી બંને લોકપ્રિય થયા
ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો 'રામાયણ'માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' અને 'પતિ, પત્ની ઔર વો' શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને 'શુભો બિજોયા' નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ ‘સંતોષી મા’માં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચેમ્પિયન’ જેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ધ વાઇફ'માં જોવા મળ્યો હતો.
દેબિના-ગુરમીતનો વીડિયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.