કમ બેક / રામાનંદ સાગરની લોકપ્રિય ‘રામાયણ’ 28 માર્ચથી ડીડી નેશનલ પર ફરીથી ટેલિકાસ્ટ થશે, I&B મિનિસ્ટર પ્રકાશ જાવડેકરની જાહેરાત

Ramanand Sagar's Ramayana Returns to Your TV from Tomorrow, Confirms Prakash Javadekar
X
Ramanand Sagar's Ramayana Returns to Your TV from Tomorrow, Confirms Prakash Javadekar

  • રામાયણનો એક એપિસોડ સવારે 9 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9 થી 10 દરમિયાન પ્રસારિત થશે
  • 33 વર્ષ પહેલાં 25 જાન્યુઆરી, 1987ના રોજ ‘રામાયણ’નું ટેલિકાસ્ટ સૌપ્રથમ વખત થયેલું, જે 31 જુલાઈ, 1988 સુધી ચાલી હતી
  • લોકોએ મહાભારત, શક્તિમાન અને ચાણક્ય જેવી સિરિયલો પણ ફરીથી શરુ કરવા માગ કરી 

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 04:06 PM IST

એન્ટરટેઈનમેન્ટ ડેસ્ક: ઈ.સ. 1987-88માં દેશભરમાં ધૂમ મચાવનારી પ્રોડ્યુસર-ડિરેક્ટર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ ફરી એકવાર ટેલિવિઝનના પડદે આવી રહી છે. કેન્દ્રના ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે શુક્રવારે સવારે ટ્વિટર પર આ જાહેરાત કરી છે.

મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લખ્યું છે કે, જનતાની માગને ધ્યાનમાં રાખીને કાલથી એટલે કે 28 માર્ચથી ડીડી નેશનલ પર રામાયણને રિ-ટેલિકાસ્ટ કરી રહ્યા છીએ. રામાયણનો એક એપિસોડ સવારે 9 થી 10 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9 થી 10 દરમિયાન આવશે.’  

ઘણા યુઝર સોશિયલ મીડિયા પર તેમનો આભાર માની રહ્યા છે અને સાથે જ ‘મહાભારત’, ‘શક્તિમાન’ અને ‘ચાણક્ય’ જેવી અત્યંત લોકપ્રિય સિરિયલો પણ ફરીથી શરુ કરવાની માગ કરી રહ્યા છે. કોરોનાવાઈરસને કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ ‘રામાયણ’ જેવી સિરિયલ પ્રસારિત કરવાથી લોકોમાં એક નવી શ્રદ્ધા અને આશાનો સંચાર થાય તેવો તર્ક આ નિર્ણય પાછળ હોઈ શકે છે.

દૂરદર્શન પર ‘રામાયણ’નું સૌપ્રથમ વખત ટેલિકાસ્ટ 25 જાન્યુઆરી, 1987ના રોજ શરૂ થયેલું અને તે 31 જુલાઈ, 1988 સુધી ચાલી હતી. આ સિરિયલ પ્રચંડ લોકચાહના પામી હતી અને તેમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનારા કલાકારો અરુણ ગોવિલ (ભગવાન શ્રીરામ), દીપિકા ચિખલિયા (સીતામાતા), દારા સિંઘ (હનુમાન) અને અરવિંદ ત્રિવેદી (રાવણ ‘લંકેશ’) ઘરે ઘરે જાણીતાં બની ગયાં હતાં. તે વખતે રામાયણનું પ્રસારણ ટેલિવિઝન પર થઈ રહ્યું હોય તે સમય દરમિયાન રસ્તાઓ સૂના થઈ જતા હતા તે ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં નોંધાયેલું છે.

થોડાં અઠવાડિયાં પહેલાં જ રામાયણ સિરિયલના મુખ્ય કલાકારો એવા અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી (લક્ષ્મણ) ‘ધ કપિલ શર્મા શો’માં દેખાયાં હતાં. તેમની સાથે ‘રામાયણ’ સિરિયલ બનાવનારા સ્વ. રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ તે શોમાં હાજરી આપી હતી. તેમણે પોતાના પિતા પર લખેલા પુસ્તક ‘એન એપિક લાઈફ ઓફ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટુ રામાયણ’ વિશે અને પિતાના જીવન તથા તેમના સંઘર્ષો વિશે વાત કરેલી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી