ઘટસ્ફોટ:રાખી સાવંતનો ચોંકાવનારો દાવો, ગુજરાતના ડૉને લગ્ન માટે ધમકી આપી હતી, તેનાથી બચવા રિતેશ સાથે લગ્ન કર્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • રાખીએ હજી સુધી પતિ રિતેશનો ચહેરો બતાવ્યો નથી
  • 'બિગ બોસ'ના ઘરમાં રાખીએ કહ્યું હતું કે રિતેશ પરિણીત તથા એક સંતાનનો પિતા છે

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત હાલમાં કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હાલમાં જ રાખીએ પોતાના લગ્ન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેણે ગુજરાતના ડૉનથી બચવા માટે રિતેશ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે. જોકે, રાખીએ પોતાના પતિની તસવીર કે વીડિયો આજ સુધી રિલીઝ કર્યો નથી.

રાખી સાવંત ગોવામાં ડેટ પર ગઈ હતી
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રાખીએ દાવો કર્યો હતો કે તેણે ગુજરાતના ડૉનથી બચવા માટે રિતેશ સાથે લગ્ન કર્યા હતા. ગુજરાતનો એક હિંસક વ્યક્તિ તેની પર લગ્નનું દબાણ કરતો હતો. વધુમાં રાખીએ કહ્યું હતું કે તે ગુજરાતના વ્યક્તિ સાથે ગોવામાં ડેટ પર પણ ગઈ હતી. તે વ્યક્તિ તેને ધમકી આપતો હતો કે જો તેણે તેની સાથે લગ્ન ના કર્યાં તો તે તેનું અપહરણ કરી લેશે.

રાખીએ સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી, પરંતુ તેમાં રિતેશનો ચહેરો દેખાતો નથી
રાખીએ સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી, પરંતુ તેમાં રિતેશનો ચહેરો દેખાતો નથી

રાખીએ રિતેશને સારો છોકરો શોધવાની વાત કરી હતી
રાખીએ કહ્યું હતું કે તે ગુજરાતના ડૉનથી દૂર થવાની પ્રાર્થના કરતી હતી. ત્યારે જ એક દિવસ રિતેશનો ફોન આવ્યો હતો. તેણે રિતેશને પોતાના માટે સારો છોકરો શોધવાની વાત કરી હતી. જોકે, બંને વચ્ચે નિયમિત વાતચીત થવા લાગી હતી. એક દિવસ રિતેશે જ રાખીને પ્રપોઝ કર્યું હતું.

રિતેશનું બેંક સ્ટેટમેન્ટ જોઈને રાખીએ લગ્ન કર્યા
રાખીએ આગળ કહ્યું હતુ કે રિતેશે તેનું બેંક સ્ટેટમેન્ટ મોકલ્યું હતું. આ જોયા બાદ તેને લાગ્યું કે તેણે લગ્ન કરી લેવા જોઈએ. આ લગ્નથી તેની તમામ મુશ્કેલીઓનો અંત આવશે. વાતચીત બાદ રિતેશ મુંબઈ આવવા માટે રાજી થયો અને પછી તેમના લગ્ન થયા હતા. રાખીના મતે, આ લગ્નથી તે ગુજરાતના ડૉનથી બચી ગઈ હતી.

હવે રાખી લગ્ન કરીને પસ્તાય છે
હવે રાખી લગ્ન કરીને પસ્તાય છે

'બિગ બોસ 14'ના ઘરમાં રાખીએ કહ્યું, રિતેશ પરિણીત છે
રાખીએ 'બિગ બોસ 14'ના ઘરમાં કહ્યું હતું કે લગ્ન પહેલાં તેને ખ્યાલ નહોતો કે રિતેશ પરિણીત છે અને તેને એક બાળક પણ છે. તેણે આ વાત છુપાવી હતી. કાયદાકીય રીતે તે રિતેશની પત્ની ક્યારેય બની શકે નહીં. તેને આ બધી વાત લગ્ન બાદ ખબર પડી હતી. રાખીએ કહ્યું હતું કે એક જ જીવન, એક જ લગ્ન અને એક જ પતિમાં વિશ્વાસ રાખે છે અને આથી જ તે રિતેશ સાથે સંબંધો તોડી શકશે નહીં.