'ડ્રામા ક્વીન'નો બોલ્ડ અંદાજ:રાખી સાવંતે ફ્રન્ટ ઓપન થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેર્યું, યુઝર્સે ટ્રોલ કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં બેસતા સમયે રાખી સાવંતે ચેનચાળા કર્યાં

ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાની બોલ્ડ ને સિઝલિંગ ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. હવે લાગે છે કે રાખી સાવંતે પોતાની ખાસ ફ્રેન્ડ તથા ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદને કૉપી કરવાનું શરૂ કર્યું છે. રાખીના આઉટફિટ જોઈને યુઝર્સે ટ્રોલ કરી હતી.

ટીવી એક્ટ્રેસ નિશા રાવલ સાથે રાખી.
ટીવી એક્ટ્રેસ નિશા રાવલ સાથે રાખી.
ઉર્વશી રાઉતેલા સાથે રાખી.
ઉર્વશી રાઉતેલા સાથે રાખી.

રાખી રેડ રંગનો આઉટફિટમાં જોવા મળી
અવોર્ડ શોમાં રાખી સાવંતે રેડ રંગનો ફ્રન્ટ ઓપન થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદે જ ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. રાખીનો બોલ્ડ ડ્રેસ જોઈને યુઝર્સને ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ હતી.

યુઝર્સે ટ્રોલ કરી
રાખીને આટલા બોલ્ડ આઉટફિટમાં જોયા બાદ યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે ઉર્ફી જાવેદનો ડ્રેસ કૉપી કર્યો છે. અન્ય એકે કહ્યું હતું કે ઉર્ફી જાવેદ ઓછી હતી કે આ પણ આવી ગઈ.

રાખી સાવંતને નવો બોયફ્રેન્ડ મળ્યો
રાખી સાવંતે રીતેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે બંને અલગ થઈ ગયા છે. રાખીના જીવનમાં નવો બોયફ્રેન્ડ આવી ગયો છે. રાખીના બોયફ્રેન્ડનું નામ આદિલ છે. રાખીએ સો.મીડિયામાં આદિલ સાથેનો વીડિયો શૅર કરીને પ્રેમનો સ્વીકાર કર્યો છે. રાખીએ પોતાના બોયફ્રેન્ડના વખાણ કરતાં કહ્યું હતું કે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. ભગવાને તેને આપી દીધું. આદિલ સ્વીટહાર્ટ છે.

વધુમાં રાખીએ કહ્યું હતું કે જ્યારે તે ડિપ્રેશનમાં હતી, ત્યારે આદિલે તેને સાથ આપ્યો હતો. તેને ખોટું કામ કરતાં અટકાવી હતી. આદિલ તથા તેની બહેને તેનો મૂડ ફ્રેશ કરવા માટે BMW કાર ગિફ્ટમાં આપી હતી.