તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનું દુઃખ:રાખી સાવંતે કહ્યું, 'પતિને ઇમ્પ્રેસ કરવા પત્નીઓ બ્રેસ્ટ સર્જરી કરાવે છે, મેં કરાવી તો ગુનો થઈ ગયો'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાખી સાવંત બોલી, હું નાની હતી અને ઘરેથી ભાગીને આવી હતી.
  • રાખી સાવંતે કહ્યું, મારા પિતાનું અવસાન થયું તો મને જાણ પણ નહોતી કરી

રાખી સાવંતે જ્યારે સ્વીકાર્યું કે તેણે પ્લાસ્ટિક સર્જરી તથા બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યા છે, તે દિવસથી એક્ટ્રેસને અનેક લોકો પ્લાસ્ટિક કહીને બોલાવવા લાગ્યા હતા. રાખી સાવંતને આ વાતનું આજે પણ દુઃખ છે. તેના મતે, વિશ્વમાં અનેક લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, પરંતુ તેને જ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. હાલમાં જ રાખી સાવંતે આ અંગે વાત કરી હતી.

વેબ પોર્ટલ બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાખીએ કહ્યું હતું, 'સાચું બોલીને મેં બહુ મોટો ગુનો કર્યો હતો. જે દિવસે હું સાચું બોલી તે જ દિવસથી મને લોકો 'પ્લાસ્ટિક' કહીને બોલાવવા લાગ્યા હતા. હું પ્લાસ્ટિક નથી, ટિશ્યૂ પેપર નથી. લોકોને ખ્યાલ નથી કે તે સમયે મારી શું સમસ્યા હતી? હું નાની હતી. મારી કોઈ બૉડી નહોતી. હું ઘરેથી ભાગીને આવી હતી.'

જો હું કંઈ ના કરત તો પેરેન્ટ્સ લગ્ન કરાવી દેત
રાખીએ વધુમાં કહ્યું હતું, 'જો હું લાઇફમાં કંઈ જ ના કરત તો મારા પેરેન્ટ્સ મારા લગ્ન કરાવી દેત અને પછી ખબર નહીં શું થાત. નાની ઉંમરમાં મેં મારી બૉડી પર આર્ટિફિશિયલ વસ્તુ લગાવવાનો નિર્ણય લીધો હતો. મેં તે પીડા સહન કરી હતી. એક બૉડીમાં કોઈનું હાર્ટ ઈમ્પ્લાન્ટ થાય છે, કોઈનામાં કિડની ઈમ્પ્લાન્ટ થાય છે. હવે હું આને રિપીટ કરવા માગતી નથી.'

જે વસ્તુ ભગવાન નથી આપતા, તે ડૉક્ટર આપે છે
ઉલ્લેખનીય છે કે 2007માં 'કૉફી વિથ કરન'માં એક એપિસોડમાં તેણે પ્લાસ્ટિક સર્જરી અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'જે વસ્તુ ભગવાન આપતી નથી, તે ડૉક્ટર આપે છે.'

'પત્નીઓ પણ બ્રેસ્ટ સર્જરી કરાવે છે, તો બ્લેમ મને કેમ?'
રાખી સાવંતને નવાઈ લાગે છે કે આજકાલ સેલેબ્સથી લઈ હાઉસવાઇફ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે અને પતિને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી તો માત્ર તેને જ કેમ પ્લાસ્ટિક કહીને બોલાવવામાં આવે છે. મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ બનવા માટે અનેક યુવતીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, પરંતુ બ્લેમ માત્ર તેને જ કરવામાં આવે છે. લોકોને તેની જર્ની અંગે ખ્યાલ નથી અને તે પોતાનું જીવન હારવા માગતી નહોતી, આથી જ તેણે પ્લાસ્ટિક સર્જરીનો નિર્ણય લીધો હતો.

માતાએ કહ્યું હતું, જન્મી ત્યારે મરી ગઈ હોત તો સારું
રાખીએ આ જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનો પરિવાર ઘણો જ જૂનવાણી છે. તેની પાસે ઘરેથી ભાગીને ઇન્ડસ્ટ્રીમાં આવવું તે જ એક માત્ર ઓપ્શન હતું. ઘરેથી ભાગ્યા બાદ તેના પરિવારે તમામ સંબંધો તેની સાથે તોડી નાખ્યા હતા. તેના મામાનો પરિવાર આજે પણ તેની સાથે વાત કરતો નથી. જ્યારે મીકા સિંહ સાથે કિસિંગ વિવાદ થયો તો તેની માતાએ તેને કહ્યું હતું કે આ બધો શેનો વિવાદ છે. તું જન્મી ત્યારે જ મરી જાત તો સારું થાત.

પિતાના મોતની જાણ પણ નહોતી કરી
વધુમાં રાખીએ કહ્યું હતું કે તેના પિતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આજથી છ વર્ષ પહેલાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. પરિવારે તેને જાણ સુદ્ધાં કરી નહોતી અને અંતિમ સંસ્કારમાં પણ બોલાવી નહોતી. કોઈએ તેના વિશે વિચાર્યું નહીં. તે તેના પિતા હતા. તે ઝેર પીને જીવનમાં આગળ વધી છે. તે તેની માતા, બહેન તથા ભાઈ પ્રત્યેની ફરજો આજે પણ નિભાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...