તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14:રાખી સાવંતનો પતિને લઈને ચોંકાવનારો ખુલાસો, અભિનવ શુક્લાને ઠરકી કહ્યો, ગુસ્સામાં રૂબીનાએ ડોલ ભરીને પાણી નાખ્યું

એક મહિનો પહેલા

બિગ બોસ 14ના અપકમિંગ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે. તેમાં રૂબીના અને રાખી એકબીજા સાથે ઝઘડો કરતા દેખાયા છે. જ્યારે રાખી અભિનવને ઠરકી કહે છે તો ગુસ્સામાં રૂબીના તેના પર પાણીથી ભરેલી ડોલ ફેંકી દે છે. ત્યારબાદ રાખીએ પતિ રિતેશને લઈને રાહુલ વૈદ્યને અમુક ખુલાસા પણ કર્યા અને કહ્યું રિતેશના પહેલેથી જ લગ્ન થઇ ચૂક્યાં છે.

રાખીએ અભિનવને ઠરકી કહ્યો
જ્યારે અભિનવ રાખીને કહે છે કે, 'આ તારી ગંદકી છે રાખી.' ત્યારે જ પલટવાર કરીને રાખી કહે છે, 'પત્નીએ ના પાડી છે કે શું રાખી સાથે વાત ન કરો? જોરૂ બોલે ઉઠ તો ઉઠે, બેસ તો બેસે. બહાર બેસીને બોલી રહ્યો હતો તું મગજફરેલી છે. તું શું છે તું ઠરકી છે.' ત્યારબાદ રૂબીના માનસિક સંતુલન ગુમાવી દે છે અને ગુસ્સામાં રાખી પર પાણીથી ભરેલી ડોલ નાખી દે છે.

રાખીનો પતિ રિતેશને લઈને ખુલાસો
ઘરમાં રાખીએ દેવોલીનાને જણાવ્યું કે તેનો પતિ રિતેશ કોઈપણને તેની ઓળખ જણાવવા નથી માગતો. તેણે એવું પણ કહ્યું કે જ્યારથી તેમનાં લગ્ન થયા છે ત્યારથી તે અને રિતેશ એકસાથે રહ્યા જ નથી. સાથે જ તેણે રાહુલને જણાવ્યું કે રિતેશ પહેલેથી વિવાહિત છે અને તેને એક દીકરો પણ છે. રાખીએ દાવો કર્યો કે તેને આ વિશે ખબર ન હતી. જ્યારે રાખી ખૂબ રડવા લાગી ત્યારે રાહુલે તેને ગળે લગાવીને સાંત્વના આપવાની ટ્રાય કરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો