યાદોમાં કોમેડિયન:રાજુ શ્રીવાસ્તવે 50 રૂપિયાથી કરિયરની શરૂઆત કરી હતી, એક શોના 4-10 લાખ લેતા હતા

મુંબઈ11 દિવસ પહેલા

લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. 10 ઓગસ્ટના રોજ હાર્ટ- એટેક આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રાજુ બોલિવૂડ સ્ટાર્સ તથા નેતાઓની મિમિક્રી માટે જાણીતા હતા. રાજુએ ટીવી શો તથા સ્ટેજ શોમાં કામ કર્યું છે. રાજુનો જન્મ મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. કરિયરની શરૂઆતના દિવસોમાં 50 રૂપિયા મળતા હતા, પરંતુ સફળતા બાદ તેઓ એક શોના 4-10 લાખ રૂપિયા લેતા હતા.

રાજુ નાનપણથી સ્ટેજ શો કરતા હતા. આ ઉપરાંત તેઓ અનેક ફિલ્મમાં નાના-મોટા રોલ પ્લે કરી ચૂક્યા છે. બોલિવૂડ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા', 'મૈં પ્રેમ કી દીવાની' જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.

રાજની કમાણીનો મુખ્ય સ્રોત કોમેડી હતો. ભારત ઉપરાંત તેઓ વિદેશમાં પણ શો માટે જતા હતા. અનેક અવોર્ડ ફંક્શન હોસ્ટ કર્યા હતા. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરતા હતા. તેઓ ટ્રસ્ટ તથા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેશન પણ આપતા હતા. આ ઉપરાંત ગરીબોને મદદ કરવા માટે અનેક ચેરિટી શોમાં કામ કર્યું હતું.

તેમણે થોડાં વર્ષ પહેલાં ઓડિયો તથા વીડિયો કેસેટની સિરીઝ પણ લૉન્ચ કરી હતી. તેઓ અમિતાભ બચ્ચનની સારી મિમિક્રી કરતા હતા. એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંઘર્ષના દિવોસમાં બચ્ચન સાહેબની મિમિક્રી કરીને પૈસા કમાતા હતા. પહેલી સેલરી 50 રૂપિયા હતી.

રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિ મીડિયા રિપોર્ટ પ્રમાણે અંદાજે 20 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ઇનોવા કાર પણ છે. આ કારની કિંમત 25 લાખ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...