કોમેડિયનની લવ સ્ટોરી:રાજુ શ્રીવાસ્તવે ભાઈનાં લગ્નમાં પહેલી જ વાર પત્ની શિખાને જોઈ હતી, 12 વર્ષ બાદ ફેરા ફર્યા હતા

મુંબઈ11 દિવસ પહેલા

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરની સવારે AIIMS હોસ્પિટલમાં અવસાન થયું છે. રાજુ શ્રીવાસ્તવની લવસ્ટોરી ઘણી જ ફિલ્મી છે. રાજુને પહેલી નજરમાં પ્રેમ થયો હતો. જોકે, લગ્ન માટે રાજુએ 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

રાજુ શ્રીવાસ્તવની ફિલ્મી લવસ્ટોરી
રાજુએ શિખા સાથે લગ્ન કર્યાં હતાં. શિખાને મનાવવા રાજુને પૂરાં 12 વર્ષ લાગ્યાં હતાં. રાજુએ પોતાના ભાઈનાં લગ્નમાં શિખાને પહેલીવાર જોઈ હતી. રાજુને પહેલી નજરમાં શિખા પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. રાજુએ તે સમયે જ નક્કી કરી લીધું હતું કે તે શિખા સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરશે નહીં.

એકતરફી પ્રેમ
રાજુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શિખાને જોયા બાદ તેમણે તેના વિશે તમામ માહિતી ભેગી કરી હતી. તેમને ખ્યાલ આવ્યો કે તેમની ભાભીના કાકાની દીકરી છે. શિખા ઇટાવામાં રહેતી હતી. રાજુએ શિખાના ભાઈઓનો ઇમ્પ્રેસ કરવા માટે આકાશ-પાતળ એક કરી નાખ્યું હતું. તે કોઈ ને કોઈ બહાને ઈટાવા જતા હતા. જોકે, શિખા સાથે વાત કરવાની હિંમત નહોતી. એક બાજુ કરિયરની પણ ચિંતા હતી. 1982માં તે મુંબઈ આવી ગયા હતા.

મુંબઈમાં સંઘર્ષ કર્યા બાદ લગ્ન કરવાનું વિચાર્યું હતું. રાજુ શિખાને પત્ર લખતા, પરંતુ ક્યારેય પોતાના પ્રેમનો એકકાર કર્યો નહોતો. રાજુને ખ્યાલ હતો કે શિખાનાં લગ્ન હજી સુધી થયાં નથી. આ જ કારણે તેમણે પરિવારને શિખાના ઘરે માંગું નાખવાનું કહ્યું હતું. શિખાના ભાઈ રાજુના મુંબઈમાં મલાડ સ્થિત ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંને પરિવારની સહમતીથી 1993માં લગ્ન થયાં હતાં. રાજુ તથા શિખાએ 'નચ બલિયે'માં પણ ભાગ લીધો હતો.

રાજુ તથા શિખાનાં લગ્ન લખનઉમાં થયાં હતાં. તેમને દીકરી અંતરા તથા દીકરો આયુષ્માન છે. રાજુની દીકરી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. દીકરો અભ્યાસ કરે છે અને તે સિતારવાદક છે.

અન્ય સમાચારો પણ છે...