રાજુના નિધન બાદ પત્ની શોકમાં ગરકાવ:કહ્યું- 'તેમણે હિંમતથી લડાઈ લડી હતી, આશા હતી કે બધુ જ ઠીક થઈ જશે'

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરના રોજ સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોમેડિયનની પત્ની શિખાનું નિવેદન સામે આવ્યું છે. શિખા હાલમાં કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. તેને આશા હતી કે રાજુ જલ્દીથી ઠીક થઈ જશે, પરંતુ એવું થયું નહીં.

રાજુ છેલ્લાં દોઢ મહિનાથી હાર્ટ અટેકને કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ હતો. છેલ્લાં 42 દિવસથી સારવાર થતી હતી અને તે વેન્ટિલેટર પર હતાં. આ દરમિયાન ઘણીવાર તબિયતમાં ચઢાવ-ઉતાર આવ્યો હતો, પરંતુ પરિવારને આશા હતી કે તે બચી જશે.

પત્નીએ શું કહ્યું?
રાજુના અવસાન બાદ પત્ની શિખાનું નિવેદન સામે આવ્યું છે. 'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, શિખાએ કહ્યું હતું, 'હું અત્યારે વાતચીત કરવાની સ્થિતિમાં નથી. હવે હું શું કહું. રાજુએ ઘણી જ હિંમત બતાવી હતી. મને આશા હતી કે તે ઠીક થઈ જશે. હું રોજ પ્રાર્થના કરતી હતી, પરંતુ એવું થયું નહીં. હું એટલું જ કહીશ કે તેઓ અસલી ફાઇટર હતા. અંત સમય સુધી લડ્યા હતા.'

તમામને વિશ્વાસ હતો કે રાજુ સાજા થઈ જશે
રાજુને ભત્રીજો કુશાલ તથા મિત્ર ડૉ. અનિલ મુરારકા 42 દિવસ રોજ મળવા આવતા હતા. કુશાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજુને બીજીવાર કાર્ડિયેક અરેસ્ટ આવ્યો અને તેને કારણે અવસાન થયું. તેમને ગઈ કાલ (20 સપ્ટેમ્બર) સુધી વિશ્વાસ હતો કે બધુ ઠીક થઈ જશે.

મિત્રે કહ્યું, રાજુ પર ગર્વ છે
રાજુના કોલેજ ફ્રેન્ડ ડૉ. અનિલ મુરારકાએ કહ્યું હતું કે તે રાજુભાઈને કોલેજના સમયથી ઓળખે છે. તે બંનેએ સાથે સંઘર્ષ કર્યો હતો. કોઈને આશા નહોતી કે આવું કંઈ થશે. રાજુભાઈ પર ગર્વ છે. તે પ્રાર્થના કરે છે કે રાજુની આત્માને શાંતિ મળે.

ફિલ્મ તથા ટીવી શોમાં કામ કર્યું છે
રાજુએ 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો. રાજુએ 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. રાજુ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...