હાર્ટ અટેકના 17 દિવસ પહેલાં મોતની વાત:રાજુએ કહ્યું હતું, 'એવું કામ કરો કે યમરાજ પણ આવે તો કહે તમે ભેંસ પર બેસો'

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે. રાજુનો એક વીડિયો વાઇરલ થયો છે. રાજુએ આ વીડિયોમાં યમરાજ તથા મોતનો ઉલ્લેખ કર્યો છે. રાજુએ કહ્યું હતું કે એવું કામ કરો કે યમરાજ બોલે કે ભાઈ સાહેબ તમે ભેંસ પર બેસો અને તે ચાલતા આવે છે. રાજુનો આ વીડિયો હાર્ટ અટેક આવ્યો એના 17 દિવસ પહેલાનો છે.

રાજુએ યમરાજનો ઉલ્લેખ કર્યો
રાજુએ આ વીડિયોમાં કહ્યું હતું, 'નમસ્કાર, કંઈ નહીં બસ બેઠાં છીએ. જીવનમાં એવું કામ કરો જો યમરાજ પણ તમને લેવા આવે તો કહે, ભાઈ સાહેબ ભેંસ પર બેસો, તમે ચાલો એ સારું નથી લાગતું. તમે સારા માણસ છો તો તમે બેસો.'

હાર્ટ અટેક આવ્યા પહેલાં રાજુ શ્રીવાસ્તવે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ એક વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો 9 ઓગસ્ટના રોજ સો.મીડિયામાં શૅર કર્યો હતો.

10 ઓગસ્ટે હાર્ટ અટેક આવ્યો હતો
10 ઓગસ્ટના રોજ રાજુને જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તબિયત લથડતા લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જોકે, વચ્ચે રાજુની તબિયત સારી થઈ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમના મોતના સમાચારથી ચાહકો તથા સેલેબ્સને આંચકો લાગ્યો છે.

1993માં લગ્ન કર્યા હતા
રાજુનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં થયો હતો. રાજુનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ સરકારી કર્મચારી હતી અને કવિતા લખતા હતા. રાજુએ 1993માં શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો દીકરી અંતરા તથા દીકરો આયુષ્માન છે.

અન્ય સમાચારો પણ છે...