રાજુ મહિનાથી AIIMSમાં દાખલ:3 વાર આંખો ખોલી, બૉડી મૂવમેન્ટ પણ વધી, વેન્ટિલેટર હટાવતા જ તાવ આવે છે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ છે. 10 ઓગસ્ટના રોજ રાજુને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.

પરિવારે કહ્યું હતું કે બુધવાર એટલે કે સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડૉક્ટર્સે કહ્યું હતું કે તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં.

પાંચ સેકન્ડ માટે આંખ ખોલી હતી
ગુરુવાર, 25 ઓગસ્ટના રોજ સવારે આઠ વાગે પત્ની શિખા ICUમાં આવી હતી. તેમણે પતિ રાજુને કહ્યું હતું કે કેટલા દિવસથી સૂતા છો, આંખો ખોલો, ઘરે ચાલો, ક્યાં સુધી આમ સૂતા રહેશો, અહીં પણ કોમેડી કરો છો કે શું? ત્યાર બાદ રાજુએ પાંચ સેકન્ડ માટે આંખો ખોલી હતી. રાજુએ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને ઈશારામાં પૂછ્યું હતું કે તે હોસ્પિટલ કેવી રીતે? નર્સે જવાબ આપ્યો હતો કે તમને ચક્કર આવ્યા હતા અને નીચે પડી ગયા હતા. આથી તમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. ત્યારબાદ થોડાં દિવસ પહેલાં રાજુના ભાઈએ કહ્યું હતું કે રાજુની દીકરી અંતરાને ICUમાં મળવાની પરમિશન આપી હતી. દીકરીએ પપ્પાને કહ્યું હતું, 'પપ્પા આંખો ખોલો, ક્યાં સુધી આમ સૂતા રહેશો?' આટલું સાંભળ્યા બાદ રાજુએ સહેજ આંખ ખોલી હતી. જોકે, ડૉક્ટર્સે આ વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો. દીકરીએ પરિવારને આ વાત કહી હતી.

બુધવાર, 24 ઓગસ્ટે અડધો કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. આ પહેલાં 15 ઓગસ્ટના રોજ એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. ત્યારે રાજુને તાવ આવ્યો હતો. પછી પાછો વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. 31 ઓગસ્ટે વેન્ટિલેટર હટાવવાનું વિચારતા હતા, પરંતુ તાવ આવી જતાં નિર્ણય બદલી નાખ્યો.

અન્ય સમાચારો પણ છે...