કોમેડિયનની તબિયત સ્થિર:બૉડી ઓર્ગન નેચરલી કામ કરે છે, ડૉક્ટર્સ વેન્ટિલેટર હટાવવાનું વિચારે છે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત છેલ્લા ચાર દિવસથી સ્થિર છે. ડૉક્ટર્સે પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે વેન્ટિલેટર સંપૂર્ણ રીતે હટાવવાનું વિચાર્યું છે. હાર્ટ, બ્લડ પ્રેશર, પલ્સ, મોશન-યુનિર પણ નેચરલી થઈ રહ્યા છે. 28 દિવસથી AIIMSમાં એડમિટ છે, પરંતુ માત્ર એક વાર પાંચ સેકન્ડ માટે ભાન આવ્યું હતું.

હાથ-પગમાં સતત મૂવમેન્ટ
રાજુના ભાઈએ કહ્યું હતું કે રાજુના હાથ-પગમાં સતત મૂવમેન્ટ થઈ રહી છે, પરંતુ ભાન ના આવવું તે ચિંતાનો વિષય છે. ડૉક્ટર્સ વેન્ટિલેટર હટાવવાનો નિર્ણય લઈ શકે છે.

પત્ની શિખા સાથે.
પત્ની શિખા સાથે.

તાવ આવતા વેન્ટિલેટર હટાવવામાં આવ્યું નથી
રાજુના ભાઈએ કહ્યું હતું કે ડૉક્ટર્સે વેન્ટિલેટર હટાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તાવ આવતા ડૉક્ટર્સે રિસ્ક લીધું નહીં. તાવ ના આવ્યો હોત તો અત્યાર સુધી વેન્ટિલેટર હટાવી દીધું હતું. ફૂડ પાઇપની મદદથી દૂધ ને જ્યૂસ આપવામાં આવે છે.

આંખો ખોલી હોવાનો દાવો
રાજુના ભાઈએ કહ્યું હતું કે રાજુની દીકરી અંતરાને ICUમાં મળવાની પરમિશન આપી હતી. દીકરીએ પપ્પાને કહ્યું હતું, 'પપ્પા આંખો ખોલો, ક્યાં સુધી આમ સૂતા રહેશો?' આટલું સાંભળ્યા બાદ રાજુએ સહેજ આંખ ખોલી હતી. જોકે, ડૉક્ટર્સે આ વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો. દીકરીએ પરિવારને આ વાત કહી હતી.

રેસિડન્સ કમિશ્નરને જવાબદારી સોંપાઈ
રાજુની દેખરેખ માટે ઉત્તર પ્રદેશની સરકારે રેસિડન્ટ કમિશ્નરને જવાબદારી સોંપી છે. તેમણે હોસ્પિટલ જઈને રાજુની તબિયત અંગે જાણકારી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...