રાજુને બીજા દિવસે પણ તાવ આવ્યો:ડૉક્ટર્સે વેન્ટિલેટર હટાવવાની ના પાડી, દરગાહમાં સલામતી માટે દુઆ કરવામાં આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ચઢાવ-ઉતાર જોવા મળે છે. ગુરુવાર, પહેલી સપ્ટેમ્બરના રોજ 100 ડિગ્રી તાવ આવ્યો હતો. બે દિવસથી તાવ આવતો હોવાથી ડૉક્ટર્સે વેન્ટિલેટર હટાવવાની ના પાડી દીધી છે.

એન્ટીબાયોટિક ફરી શરૂ કરવામાં આવી
રાજુના ભાઈએ કહ્યું હતું કે તાવને કારણે ડૉક્ટર્સે ફરી એકવાર એન્ટીબાયોટિકના ડોઝ આપવાનું શરૂ કર્યું છે. જોકે, આ વખતે સામાન્ય ડોઝ આપવામાં આવે છે. 14 ઓગસ્ટના રોજ પણ તાવ આવ્યો હતો અને ત્યારે હેવી એન્ટીબાયોટિક આપવામાં આવ્યા હતા. આ કારણે તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.

બીજીવાર તાવ આવ્યો
રાજુનો વેન્ટિલેટર સપોર્ટ અત્યાર સુધી ત્રણ વાર હટાવવામાં આવ્યો છે. બુધવાર, 24 ઓગસ્ટે અડધો કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. પહેલી વાર 15 ઓગસ્ટના રોજ એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. ત્યારે રાજુને તાવ આવ્યો હતો. પછી પાછો વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. 30 ઓગસ્ટે થોડીવાર માટે વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવ્યો હતો. જોકે, પછી તરત જ વેન્ટિલેટર સપોર્ટ આપી દેવામાં આવ્યો હતો.

આ તસવીર 26 ઓગસ્ટ અમરોહાની છે. આર્ટિસ્ટ જુહૈબ ખાને દીવાલ પર રાજુની આઠ ફૂટનું તસવીર બનાવી હતી.
આ તસવીર 26 ઓગસ્ટ અમરોહાની છે. આર્ટિસ્ટ જુહૈબ ખાને દીવાલ પર રાજુની આઠ ફૂટનું તસવીર બનાવી હતી.

પત્નીને જ મળવાની મંજૂરી
રાજુ શ્રીવાસ્તવને તાવ આવતા ICUમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહે છે. રાજુની તબિયતમાં સુધારો થતાં પત્ની ને બાળકોને મળવાની પરમિશન હતી. જોકે, તાવ આવતા હવે માત્ર પત્ની શિખાને દિવસમાં એક જ વાર મળવાની મંજૂરી છે.

રાજુની સલામતી માટે દરગાહમાં દુઆ કરવામાં આવી રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે કહ્યું હતું કે ગુરુવાર, પહેલી સપ્ટેમ્બરના રોજ રાજુની સારી તબિયત માટે રામપુરના બિલાસપુરની દરગાહમાં દુઆ કરવામાં આવી હતી. સૈય્યદ નઈમ મિયાં સાબરીએ રાજુ જલ્દીથી ઠીક થાય તે માટે દુઆ કરી હતી. ઉન્નાવ તથા કાનપુરમાં પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

23 દિવસથી બેભાન છે
ડૉ. પદ્મા શ્રીવાસ્તવ તથા ડૉ. અચલ શ્રીવાસ્તવની દેખરેખમાં રાજુની સારવાર ચાલી રહી છે. બૉડી યોગ્ય રીતે કામ કરે છે, પરંતુ 23 દિવસ પછી પણ ભાન આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...