સબ ટીવીનો પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસથી સમાચાર આવી રહ્યા છે કે ટપુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ શો છોડી રહી રહ્યો છે, પરંતુ શોના મેકર્સે આ વાત વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. જ્યારે મંદાર ચાંદવડકર એટલે કે ભિડેને ટપુના શો છોડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમની વાત પરથી લાગ્યું કે કદાચ રાજ હવે શોનો ભાગ નહીં હોય.
મેં ટપુને સેટ પર જોયો નથી- ભિડે
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, મંદાર ચાંદવડકરે જણાવ્યું હતું કે એક આર્ટિસ્ટ તરીકે વાત કરું તો મને નથી ખબર કે તેણે શો છોડ્યો છે કે નહિ, પરંતુ તેને હેલ્થ ઈસ્યુ છે, જેને કારણે તે છેલ્લા ઘણા દિવસથી શોનું શૂટિંગ નથી કરી રહ્યો. મેં તેને સેટ પર નથી જોયો. તેના થોડા દિવસ પહેલાં શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું હતું.
ટૂંક સમયમાં ફેન્સને ગુડ ન્યૂઝ આપશે રાજ
રાજ અનડકટ અત્યારે પોતાની માતા અને બહેનની સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. રાજે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટો શેર કર્યા છે. રાજ એક વ્લોગર પણ છે, તેણે હાલમાં જ જણાવ્યું હતું કે તે પોતાના ફેન્સને એક ગુડ ન્યૂઝ આપવાનો છે. હકીકતમાં રાજે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની સાથે ફોટો શેર કરી જણાવ્યું હતું કે તે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં એના વિશે બધાને જણાવશે.
રાજે 2017માં શો જોઈન કર્યો હતો
રાજે આ શો 2017માં જોઈન કર્યો હતો. આ પહેલાં શોમાં ભવ્ય ગાંધી ટપુના રોલમાં જોવા મળતો હતો. ભવ્ય નાનપણથી જ આ શોનો ભાગ રહી ચૂક્યો છે અને શોની સાથે તે મોટો થયો છે. ભવ્યે શોને ફિલ્મોમાં કામ અને ઘણા પ્રોજેક્ટ્સને કારણે છોડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.