ભાસ્કર ઈન્ટરવ્યૂ:રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથેના લગ્ન અંગે કહ્યું, '2-3 મહિનાઓમાં શુભ મંગલ સાવધાન થઈ જશે'

મુંબઈએક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

'બિગ બોસ 14'ના રનર અપ રાહુલ વૈદ્ય ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર ઘણી જ સીધી સાદી છે અને બધું યોગ્ય રહ્યું તો તે 2-3 મહિનામાં લગ્ન કરી લેશે. રાહુલે પોતાની પ્રોફેશનલ લાઈફ અંગે પણ વાતો શૅર કરી હતી.

રાહુલ હંમેશાં પરિવારનું ધ્યાન રાખે તેવી યુવતી ઈચ્છતો હતો
રાહુલે કહ્યું હતું, 'હું ફેમિલી ઓરિએન્ટેડ યુવક છું. મારા માટે પરિવાર બહુ જ મહત્ત્વનો છે અને હું ઈચ્છું છું કે હું તેમની સાથે આખું જીવન રહું. કેટલાંક લોકો કરિયર માઈન્ડેડ હોય છે, પરંતુ હું પૂરી રીતે ફેમિલી મેન છું. આ સાથે જ હું એવી યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો, જેને પરિવાર પસંદ હોય. દિશાની સૌથી સારી વાત એ છે કે તેને પણ પરિવાર પસંદ છે. તે કોઈ પ્રોજેક્ટ ત્યારે જ સાઈન કરે છે, જ્યારે તેને પોતાને સન્માનિત હોવાનું ફીલ થાય. આ સાથે જ તે કોઈ વાતને વધુ પડતી ખેંચતી નથી. તે બહુ જ ઈઝી ગોઈંગ યુવતી છે, જેની સાથે તમે બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરો છો. અમારો સ્વભાવ એક જેવો છે.'

2-3 મહિનામાં લગ્ન કરી લેશે
લગ્નના સવાલ પર રાહુલે કહ્યું હતું, 'અમારો પરિવાર એકબીજાને મળ્યો છે અને લગ્નની વાતચીત શરૂ થઈ ગઈ છે. હાલમાં અમે કોઈ ડેટ ફાઈનલ કરી નથી. જોકે, તારીખ તથા વેન્યૂ પર ચર્ચા થઈ રહી છે. બધું જ યોગ્ય રહ્યું તો 2-3 મહિનામાં મારા શુભ મંગલ સાવધાન થઈ જશે. સાચું કહું તો હું ઘણો જ ઉત્સાહી છું.'

રાહુલ-દિશા મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળશે
રાહુલ ઉપરાંત 'બિગ બોસ 14'ના ઘરમાં રૂબીના-અભિનવ શુક્લા તથા જાસ્મિન-અલી ગોની જોવા મળ્યા હતા. શો પૂરો થતાં જ આ બંને જોડીઓ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી. વાતચીતમાં રાહુલે કહ્યું હતું કે તે દિશા સાથે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે, પરંતુ તે મ્યૂઝિક વીડિયો લૉન્ચ કરવાની ઉતાવળમાં નથી. રાહુલે કહ્યું હતું, 'મારા માટે ગીતના શબ્દો તથા ઓડિયો ઘણાં જ મહત્ત્વના છે. એકવાર હું ઓડિયાથી સંતુષ્ટ થઈ જાઉં પછી વીડિયો બનાવવામાં વધારે વાર લાગશે નહીં. મેં જોયું છે કે 'બિગ બોસ'ના અન્ય સ્પર્ધકો મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે, પરંતુ તે સિંગર હોવા છતાંય વીડિયોમાં આવ્યો નથી.'

એન્કરિંગ તથા એક્ટિંગમાં વધુ રસ
સિગિંગ ઉપરાંત રાહુલ એક્ટિંગમાં નસીબ અજમાવવા માટે તૈયાર છે. તેણે કહ્યું હતું, 'ઈન્ડિયન આઇડલ' બાદ તેને ચાહકોનો ઘણો જ પ્રેમ મળ્યો હતો. 'બિગ બોસ'ને મારી સેકન્ડ ઇનિંગ માનું છું. આ મારા માટે બહુ જ મોટી તક છે. દર્શકોના મનમાં ફરીથી હું આવ્યો છું. સિગિંગ મારો પહેલો પ્રેમ છે અને હંમેશાં રહેશે. જોકે, એક્ટિંગની સારી તક મળે છે તો હું જરૂરથી એક્સ્પ્લોર કરીશ. મને એન્કરિંગ તથા ડાન્સની ઓફર આવે છે. મને ડાન્સ કરતાં વધારે એન્કરિંગ તથા એક્ટિંગમાં રસ છે.'