તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:રાહુલ મહાજને ત્રીજી પત્ની નતાલિયા ઈલિના અંગે કહ્યું, તેણે હવે હિંદુ ધર્મ અપનાવી લીધો છે

મુંબઈ4 મહિનો પહેલા

બિગ બોસ'ના સૌથી વિવાદિત સ્પર્ધક રાહુલ મહાજન હાલની સિઝનમાં એન્ટ્રી લેશે. જોકે, રાહુલનું જીવન 'બિગ બોસ'માં જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ બહાર પણ હતું. તેની બંને પૂર્વ પત્નીઓ શ્વેતા સિંહ તથા ડિમ્પી ગાંગુલીએ તેની પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ પહેલાં તે ડ્રગ સ્કેન્ડલમાં ફસાયો હતો. હવે રાહુલ આધ્યાત્મની રાહ પર છે. તેણે રશિયન યુવતી નતાલિયા ઈલિના સાથે લગ્ન કર્યાં છે. નતાલિયા કઝાકિસ્તાનની છે.

લગ્નમાં અડચણ ના આવે એટલે બેલેન્સ બનાવીને રાખ્યું છે
ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું, 'અમે રેલવેના બે ટ્રેકની જેમ છીએ. અમે એકબીજાની બાબતોમાં બહુ દખલગીરી કરતા નથી અને દરેક જગ્યાએ એકબીજાની સાથે હોઈએ છીએ. અમે એકબીજાથી અલગ પણ નથી, પરંતુ અમે બેલેન્સ બનાવીને રાખીએ છીએ, જેથી અમારા લગ્ન યોગ્ય ટ્રેક પર રહે.'

ભગવાન શિવ-પાર્વતીનું ઉદાહરણ આપું છું: રાહુલ
રાહુલે વધુમાં કહ્યું હતું, 'તે રશિયન છે અને હવે તેણે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું તેને હંમેશાં ભગવાન શિવ તથા પાર્વતીનું ઉદાહરણ આપું છું. પતિ-પત્નીના સંબંધો શિવ-પાર્વતી જેવા હોઈ જોઈએ. અમે અમારા સંબંધમાં શિવ-પાર્વતીને આદર્શ માનીએ છીએ. હું તેને ભગવદ ગીતા શીખવું છું. અમે સાથે ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ. મને લાગે છે કે તમને એક યોગ્ય સાથી તથા પરિવાર માટે એક સારા ભાગ્યની જરૂર છે.'

ઘરમાં મહિલાઓથી દૂર રહેશે
રાહુલે 'બિગ બોસ'માં જતા પહેલાં કહ્યું હતું કે તે નતાલિયા સાથે હેપી મેરિડ લાઈફ જીવે છે. આથી જ તે 'બિગ બોસ'ના ઘરમાં મહિલાઓથી દૂર રહેશે. તે ઘરમાં પહેલાં લિંકઅપ કરી ચૂક્યો છે અને હવે તે ઘરમાં કોઈ ફૅક ફ્રેન્ડશિપ કરવા માગતો નથી.

રાહુલની મેરિડ લાઈફ આવી હતી
રાહુલે પહેલા લગ્ન નાનપણની મિત્ર શ્વેતા સિંહ સાથે ઓગસ્ટ, 2006માં કર્યાં હતાં. બીજા લગ્ન ડિમ્પી ગાંગુલી સાથએ 2010માં કર્યાં હતાં. 2014માં રાહુલ તથા ડિમ્પીએ ડિવોર્સ લીધા હતા. ત્રીજી પત્ની નતાલિયા પતિ રાહુલ કરતાં 18 વર્ષ નાની છે. 20 નવેમ્બર, 2018ના રોજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો