મજાક ભારે પડી:'ડાન્સ દીવાને'ના હોસ્ટ રાઘવ જુયાલ પર વંશીય ટિપ્પણીનો આરોપ, આસામની સ્પર્ધકની મજાક કરતાં વિવાદ થયો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસામના મુખ્યમંત્રીએ પણ આ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને 3'ના હોસ્ટ રાઘવ જુયાલ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. રાઘવનું એન્કરિંગ, ડાન્સ તથા કોમેડી ચાહકોને ઘણી જ ગમે છે. જોકે, હાલમાં રાઘવ પોતાની કોમેડીને કારણે મુશ્કેલીમાં મૂકાતો જોવા મળ્યો છે. રાઘવની એક ક્લિપ સો.મીડિયામાં વાઇરલ થઈ છે. વિવાદ વધતા રાઘવે માફી પણ માગી છે.

શું છે વાઇરલ ક્લિપમાં?
'ડાન્સ દીવાને 3'ના એક એપિસોડમાં રાઘવ જુયાલ આસામની સ્પર્ધક ગુંજન સિંહાને ઇન્ટ્રોડ્યૂસ કરતી વખતે મજાકમાં ચાઈનીઝ બોલીને સંભળાવે છે. આ ક્લિપ સો.મીડિયામાં વાઇરલ થઈ છે. યુઝર્સે આ ક્લિપ પર તીખી આલોચના કરી છે. યુઝર્સે કહ્યું હતું કે આ વંશીય ટિપ્પણી છે અને નોર્થ-ઇસ્ટના નાગરિકોને ચાઇનીઝ કહેવું ખોટું છે.

ઉલ્લેખનીય છે કે આ ડાન્સ શોને રાઘવ હોસ્ટ કરે છે. શોમાં તુષાર કાલિયા, ધર્મેશ યેલાન્ડે તથા માધુરી દીક્ષિત જજ છે. રેમો ડિસોઝા સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યો હતો.

વિવાદ વધતા રાઘવે ચોખવટ કરી
વિવાદ વધતા રાઘવે સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડયોમાં તેણે કહ્યું હતું કે કેવી રીતે એક નાનકડી ક્લિપે એક ખોટી ધારણા લોકોમાં ઊભી કરી અને તેને કારણે અભદ્ર તથા વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડે છે. જ્યારે આસામની ગુંજન સિંહાને તેના શોખ તથા ગમતી વસ્તુઓ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે ચાઇનીઝમાં વાત કરી શકે છે.

આ ઉપરાંત રાઘવે કહ્યું હતું કે તે ગિબ્રીશ ચાઇનીઝમાં વાત કરે છે. આ જ કારણે તેને એપિસોડમાં આ રીતથી ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. તેના મિત્રો તથા પરિવાર પૂર્વોત્તર રાજ્યમાં રહે છે.

આસામના મુખ્યમંત્રીએ પણ ખરું-ખોટું સંભળાવ્યું
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'રેસીઝમને આપણા દેશમાં કોઈ સ્થાન નથી. મારા ધ્યાનમાં આવ્યું છે કે લોકપ્રિય રિયાલિટી શોના હોસ્ટે ગુવાહાટીની સ્પર્ધક અંગે રેસિસ્ટ કમેન્ટ કરી હતી. આ ઘણું જ શરમજનક તથા અસ્વીકાર્ય છે. આપણા દેશમાં વંશીય ટિપ્પણીને કોઈ સ્થા નથી. આપણે સાથે મળીને આની નિંદા કરવી જ જોઈએ.'