તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુડ ન્યૂઝ:ડેંગુની સારવાર કરાવ્યા બાદ પ્રિન્સ નરુલાના પિતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા, પત્ની યુવિકા ચૌધરી અને બહેન ગીતીકા હજુ પણ એડમિટ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોપ્યુલર કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. થોડા દિવસ પહેલાં પ્રિન્સ યુવિકા સહીત તેનો આખો પરિવાર વાઇરલ બીમારી ડેંગુને કારણે હોસ્પિટલમાં એડમિટ થયા હતા જ્યાંથી એક ફોટો સામે આવ્યો હતો. હવે એક ગુડ ન્યૂઝ આવ્યા છે કે પ્રિન્સના પિતાની તબિયત સારી થયા બાદ તેમને હોસ્પિટલથી ઘરે જવાની છૂટ અપાઈ છે. બીજી બાજુ વાઈફ યુવિકા અને અન્ય સભ્યો હજુ પણ હોસ્પિટલમાં જ છે.

કપલના આખા પરિવારની તબિયત થોડા દિવસથી ખરાબ હતી ત્યારબાદ તેમણે ટેસ્ટ કરાવ્યા હતા. ટેસ્ટમાં ખબર પડી કે પ્રિન્સ, યુવિકા, પ્રિન્ટના પિતા, બહેન ગીતીકા અને તેના દીકરા રિષભને ડેંગુ થઇ ગયો છે. ત્યાબાદ તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. હવે જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિન્સના પિતા જોગીન્દર પાલ નરુલા એકદમ સ્વસ્થ થઇ ગયા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. જ્યારે અન્ય પરિવારને રિકવર થવામાં સમય લાગી રહ્યો છે.

હાલમાં જ પ્રિન્સ નરુલાએ ઇન્સ્ટા પર એક સુંદર ફોટો શેર કર્યો હતો જેમાં તેણે હોસ્પિટલના બેડ પર સારવાર લઇ રહેલી યુવિકાને હગ કર્યું છે. પ્રિન્સે લખ્યું કે, 'આપણે જલ્દી સાજા થઇ જઈશું. યુવિકા ચૌધરી, દીદી ગીતીકા નરુલા, રિષભ છાબરા અને પપ્પા. અમને બધાને વાઇરલ થઇ ગયું છે. અને હા જે પણ ચંદીગઢ અથવા મોહાલી સાઈડ છે તેમને જણાવા ઈચ્છું છું કે આ વાઇરલ છે અને તે હવામાં છે. જો કોઈ એકને પણ થયો તો આખા ઘરને થઇ શકે છે અને આ ઘણું દર્દનાક છે. તો પ્લીઝ માસ્ક પહેરી રાખો અને બહારનું ખાવાનું બંધ કરો.'

12 ઓક્ટોબરે પ્રિન્સ અને યુવિકાનાં લગ્નને 2 વર્ષ પૂરા થયા. બંનેએ બીમારી વચ્ચે ઘરે જ નાનું સેલિબ્રેશન કર્યું હતું. તેના ફોટોઝ યુવિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક્ટ્રેસે આ સાથે કોરોનાને બદલે ડેંગુ થયો હોવાની જાણકારી આપતા લખ્યું કે, 'મારી પાસે દરેક શુભકામના માટે આભાર કહેવા માટે શબ્દો નથી. આ વર્ષે અમને ડેંગુ થઇ ગયો છે જેને કારણે અમે સેલિબ્રેશન નથી કર્યું. ભગવાનનો આભાર કે કોરોના નથી. અમે થોડા દિવસમાં ઠીક થઇ જઈશું.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો