પ્રેક્ષા મહેતા સુસાઈડ કેસ:ટીવી સેલેબ્સે શોક પ્રગટ કર્યો, કરણ કુંદ્રાએ ટ્વીટ કરી- ‘તે ઘણી જ યંગ હતી, તેની સામે આખું જીવન પડ્યું હતું’

મુંબઈ3 વર્ષ પહેલા

‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કરનાર એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ સોમવાર (25 મે)ના મોડી રાત્રે પોતાના ઈન્દોર સ્થિત ઘરે આત્મહત્યા કરી હતી. ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાના સુસાઈડથી ટીવી ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. 25 વર્ષીય પ્રેક્ષાના નિધન પર ઘણાં ટીવી સેલેબ્સે શોક પ્રગટ કર્યો હતો.

કરણ કુંદ્રાએ ટ્વીટ કરી હતી, ‘સૌથી ખરાબ હોય છે, સપનાઓનું મરી જવું’ અને આ રીતે અન્ય એક ટીવી એક્ટરે આત્મહત્યા કરી લીધી. પ્રેક્ષાનો ઈન્સ્ટાગ્રામ પર આ લાસ્ટ મેસેજ હતો. પ્રેક્ષા મહેતા, ઘણી જ દુઃખદ ઘટના છે. તમે બહુ જ યંગ હતાં. તમારી સામે આખું જીવન હતું. આપણે માનસિક સ્વાસ્થ્ય પર હજી વધારે વાત કરવાની જરૂર હતી.’

વધુમાં એક્ટરે કહ્યું હતું, ‘પ્રેક્ષાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જુઓ, કંઈ પણ સામાન્ય નથી. આનાથી એ વાત સાબિત થાય છે કે આપણે આ મુશ્કેલ સમયમાં આપણી આસપાસના લોકોની કાળજી લેવાની કેટલી જરૂર છે. આપણે એ વાત ના માની લેવી જોઈએ કે તેઓ ઠીક છે. ભગવાન પ્રેક્ષાની આત્માને શાંતિ આપે. આ સમય પણ પસાર થઈ જશે.’

અર્જુન બિજલાનીએ કહ્યું હતું, ‘અન્ય એક ટીવી એક્ટરના સુસાઈડના ન્યૂઝ સાંભળ્યા. ભગવાન તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’ તો સુરભી ચંદાનાએ કહ્યું હતું, ‘ઘણું જ દુઃખદ.’

ટીવી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું, ‘જીવન સરળ નથી. તમારે મુશ્કેલીઓ સામે લડવાનું છે પરંતુ સુસાઈડ કોઈ વિકલ્પ નથી.’

અન્ય સમાચારો પણ છે...