કોરોનાનો ડર લાગ્યો:કોવિડ 19ના કેસમાં વધારો થતાં પ્રેગ્નન્ટ ભારતી સિંહે મુંબઈ છોડ્યું, પતિ સાથે ફાર્મ હાઉસમાં રહે છે

મુંબઈ12 દિવસ પહેલા
  • ભારતી એપ્રિલ, 2022માં પહેલાં બાળકને જન્મ આપશે

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે. મુંબઈમાં પણ કેસમાં વધારો થયો છે. આ બધાની વચ્ચે કોમેડિયન ભારતી સિંહે મુંબઈથી થોડાં દિવસ દૂર રહેવાનું નક્કી કર્યું છે. ભારતી સિંહ હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેણે સેફ રહેવા માટે આ પગલું ભર્યું છે. ભારતી પતિ હર્ષ લિમ્બાચિયા સાથે મુંબઈથી દૂર પોતાના ફાર્મહાઉસમાં રહે છે.

ભારતી-હર્ષ ફાર્મહાઉસમાં છે
ભારતી સિંહે પોતાની યુ ટ્યૂબ ચેનલના લેટેસ્ટ વ્લોગમાં ચાહકોને કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાનું જોખમ ઘણું જ વધી ગયું છે. આથી જ કોરોનાથી બચવા માટે તેઓ ફાર્મહાઉસમાં આવી ગયા છે. અહીંયા તેઓ શૂટિંગ કરશે અને વ્લોગ બનાવશે. ભારતીના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ જોવા મળે છે.

ભારતીએ પતિની મજાક ઉડાવી
વીડિયોમાં ભારતીએ પતિ હર્ષની કરિયરની મજાક ઉડાવી હતી. આ ઉપરાંત ભારતીએ કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ હોવા છતાં હર્ષ તેની પાસે તમામ કામો કરાવે છે. તેને પ્રેગ્નન્ટ મહિલા પર સહેજ પણ દયા આવતી નથી.

સગડી પર ભોજન બનાવ્યું
વીડિયોમાં ભારતી તથા હર્ષ પોતાના પાલતુ કૂતરતા ગોગો સાથે રમતા જોવામળ્યા હતા. ભારતીએ સગડી પર રાતનુ ભોજન બનાવ્યું હતું. હર્ષે ચિકન કબાબ બનાવ્યા હતા તો ભારતીએ દાલ મખ્ખની તથા રોટલી બનાવી હતી.

પ્રેગ્નન્સી ફૅઝ એન્જોય કરે છે
ઉલ્લેખનીય છે કે ભારતીએ ગયા વર્ષે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર કરી હતી. ભારતી એપ્રિલ, 2022માં પહેલાં બાળકને જન્મ આપશે. ભારતી પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીએ કહ્યું હતું કે તે પ્રેગ્નન્સીની ડ્યૂ ડેટ સુધી કામ કરશે.

2017માં લગ્ન કર્યા
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતી હર્ષથી 7 વર્ષ મોટી છે. બંનેએ લગભગ 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ એકબીજાને પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા. હર્ષે ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકના ડાયલોગ લખ્યા હતા. આ ઉપરાંત ફિલ્મ ‘મલંગ’નો ટાઇટલ ટ્રેક પણ લખ્યો હતો.