તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરણી સેના VS પ્રકાશ ઝા:'આશ્રમ 2'ના વિવાદ પર પ્રકાશ ઝાએ કરણી સેના પર નિશાન સાધ્યું, કહ્યું- સિરીઝ કેવી છે? તેનો નિર્ણય દર્શક કરશે

8 મહિનો પહેલા
બોબી દેઓલના લીડ પરફોર્મન્સવાળી વેબ સિરીઝ 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ' દિવાળી પહેલાં 11 નવેમ્બરે રિલીઝ થશે. - Divya Bhaskar
બોબી દેઓલના લીડ પરફોર્મન્સવાળી વેબ સિરીઝ 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ' દિવાળી પહેલાં 11 નવેમ્બરે રિલીઝ થશે.

વેબ સિરીઝ 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ' પર વિવાદ ઊભો કરવા બાબતે તેના મેકર પ્રકાશ ઝાએ રાજપૂત કરણી સેના પર નિશાન સાધ્યું છે. સ્પોટબોય સાથેની વાતચીતમાં તેણે કહ્યું, 'હું તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનારો કોણ છું? પહેલી સીઝન પર અમને 40 કરોડ વ્યૂ મળ્યા હતા. મને લાગે છે કે દર્શક આ વાતનો નિર્ણય કરશે કે સિરીઝથી નકારાત્મકતા ફેલાઈ રહી છે કે સકારાત્મકતા.'

મહારાષ્ટ્રની કરણી સેનાએ નોટિસ મોકલી હતી
આ નોટિસ કરણી સેનાના મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહ તરફથી મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'આશ્રમ ચેપ્ટર 2: ધ ડાર્ક સાઈડ'ના ટ્રેલરે મોટા પ્રમાણમાં હિન્દૂ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ હિન્દૂ ધર્મની નેગેટિવ ઇમેજ આવનારી પેઢી સામે રાખવામાં આવી રહી છે.

ટ્રેલરમાં જે રોલ છે તે કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ નથી કરી રહ્યા પણ જૂની પરંપરાઓ, રિવાજ, હિન્દૂ સંસ્કૃતિ, આશ્રમ ધર્મને અયોગ્ય રીતે દેખાડવામાં આવ્યું છે જેથી લોકો ભ્રમિત થઇ રહ્યા છે.

પહેલી સીઝન પર પણ સવાલ ઉઠ્યા હતા
નોટિસમાં કરણી સેનાએ 'આશ્રમ'ની પહેલી સીઝનને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમાં આશ્રમ વ્યવસ્થાને લઈને ઘણી વાંધાજનક વસ્તુ દેખાડવામાં આવી હતી અને તેવું સીઝન 2માં પણ છે. કરણી સેનાએ હિન્દૂ ધર્મના આશ્રમોની ઇમેજને ખરાબ કરવાનો વિરોધ કર્યો છે. સાથે જ ટ્રેલર હટાવવા અને આખી સિરીઝની રિલીઝ પર તરત રોક લગાવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...