સ્વીટ મેસેજ:પોસ્ટમેને અસિત મોદીને કહ્યું, જ્યારે પણ ટપાલ આપવા જાઉં ત્યારે બધા જ ઘરોમાંથી 'તારક મહેતા..'નો અવાજ સંભળાય છે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમે મુંબઈમાં શૂટિંગ શરૂ કરી દીધું છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય કોમેડી સિરિયલ છે. આ સિરિયલના 3200થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે. આ સિરિયલ અંગે હાલમાં જ એક પોસ્ટમેને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પર અસિત મોદીએ સ્વીટ મેસેજ આપ્યો હતો.

શું કહ્યું ટપાલીએ?
ટપાલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અસિત ભાઈ હું પોસ્ટમેન છું. તમે માનો કે ના માનો, પણ હું જ્યારે પણ મારી નોકરી પર હોઉં છું અને ટપાલ આપવા માટે બધાને ઘરે જાઉં ત્યારે બધાના ઘરમાંથી માત્ર 'તારક મહેતા..'નો અવાજ આવતો હોય છે.' પોસ્ટમેન આ પોસ્ટમાં સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીને ટૅગ પણ કર્યા હતા.

અસિત મોદીએ જવાબ આપ્યો
અસિત મોદીએ કહ્યું હતું, 'આભાર. 'તારક મહેતા..'ની ટીમ તમારો આભાર માને છે અને તમારા આશીર્વાદ તથા પ્રેમ માટે પણ આભાર.'

ટીમ મુંબઈ પરત ફરી
મહારાષ્ટ્રમાં એપ્રિલ મહિનામાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે જ કારણે ઘણી સિરિયલના પ્રોડ્યૂસર્સ અન્ય રાજ્યમાં શૂટિંગ માટે ગયા હતા. 'તારક મહેતા..'ના મેકર્સે ગુજરાતમાં શૂટિંગ કર્યું હતું. હવે તો ટીમ મુંબઈ પરત ફરી છે અને અહીંયા શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

અસિત મોદી ભડકી ઉઠ્યા હતા
અસિત મોદીને થોડાં સમય પહેલાં દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે.'

ઉલ્લેખનીય છે કે શોમાં 2017થી દિશા વાકાણી એટલે કે દયાભાભી જોવા મળતા નથી. આથી જ દર્શકો ઘણીવાર દયાભાભી ક્યારે પરત ફરશે, તે અંગે સવાલ કરતા રહે છે. અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને શોમાં પરત લાવવા માટે મનાવશે. જો તે શોમાં પરત ફરવાની ના પાડશે ત્યારે જ તેઓ નવાં દયાભાભી શોધશે.