વર્ષો બાદ વિવાદ પર ચુપ્પી તોડી:90ના દાયકામાં પૂજા બેદીની કોન્ડોમ એડ બૅન થઈ હતી, હવે કહ્યું- 'ભારતમાં સેક્સ્યુઅલ ક્રાંતિની શરૂઆત હતી'

મુંબઈ12 દિવસ પહેલા
  • 1991માં પૂજા બેદીની જાહેરાત પર દૂરદર્શને બૅન મુક્યો હતો

90ના દાયકામાં પૂજા બેદીએ મોડલ માર્ક રોબિન્સન સાથે કોન્ડોમની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં પૂજા બેદી તથા માર્ક શાવર લેતા જોવા મળ્યા હતા. 1991માં રિલીઝ થયેલી આ જાહેરાત વધુ પડતી બોલ્ડ હોવાનું કહેવામાં આવ્યું હતું અને દૂરદર્શન પર બૅન મૂકવામાં આવ્યો હતો. વર્ષો બાદ પૂજા બેદીએ આ અંગે વાત કરી હતી.

શું કહ્યું પૂજા બેદીએ?
પૂજા બેદીએ એક ઇન્ટરવ્યૂમાં આ જાહેરાત અંગે વાત કરી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે ભારતમાં ભલે આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ બ્રિટિશ ટેબ્લોઇડમાં આ જાહેરાત અંગે કહેવામાં આવ્યું હતું કે આ જાહેરાતથી ભારતમાં સેક્સ્યુઅલ ક્રાંતિની શરૂઆત થઈ છે. નોંધનીય છે કે આ જાહેરાત કામસૂત્ર કોન્ડોમની હતી. આ જાહેરાત ગોવામાં એડગુરુ એલેક પદમશીએ શૂટ કરી હતી.

'બિગ બોસ 5'માં પૂજા બેદી સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
'બિગ બોસ 5'માં પૂજા બેદી સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

લોકોએ વિરોધ કર્યો હતો
1990-91માં કોન્ડોમ જાહેરાત ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તે સમયે લોકોએ જાહેરાતના બોલ્ડ કન્ટેન્ટ તથા સબ્જેક્ટ પર વિવાદ કર્યો હતો. દૂરદર્શને અંતે આ જાહેરાત બોલ્ડ હોવાનું કહીને બૅન મૂક્યો હતો.

પૂજા બેદીએ 1991માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
પૂજા બેદી એક્ટર કબીર બેદી તથા પ્રોતીમા બેદીની દીકરી છે. કોન્ડોમની જાહેરાત બાદ પૂજા બેદીને અઢળક ફિલ્મ્સની ઑફર્સ મળવા લાગી હતી. 1991માં પૂજા બેદીએ ફિલ્મ 'વિષકન્યા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક ફિલ્મ તથા ટીવી શોમાં કામ કર્યું હતું.

માનેક સાથે પૂજા બેદી.
માનેક સાથે પૂજા બેદી.

1994માં લગ્ન કર્યા
પૂજા બેદીએ 1994માં ફરહાન ફર્નીચરવાલા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને એક દીકરી અલાયા તથા દીકરો ઓમર છે. 2003માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ફેબ્રુઆરી, 2019માં પૂજા બેદીએ માનેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી હતી. બંને લૉકડાઉનમાં ગોવામાં જ રહ્યા હતા.

દીકરી સાથે પૂજા બેદી.
દીકરી સાથે પૂજા બેદી.

પૂજા બેદીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 2020માં વેબ સિરીઝ 'મસાબા મસાબા'માં જોવા મળી હતી. પૂજા બેદીની દીકરી અલાયા પણ એક્ટ્રેસ છે. તેણે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.