KBCમાં અમિતાભને પણ પરસેવો વળી ગયો!:બાળકે સવાલ કર્યો, નાનપણમાં અભ્યાસ બાબતે તમને તમારી મમ્મીએ ઠપકો આપ્યો હતો? બિગ બીએ કહ્યું- તું મારી પોલ ખોલી નાખીશ

11 દિવસ પહેલા
  • બાળકે અમિતાભને કહ્યું- સર, તમારી હાઇટ કેટલી લાંબી છે, તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો?

'કૌન બનેગા કરોડપતિ 13'માં આ અઠવાડિયે 'સ્ટૂડન્ટ્સ વીક સ્પેશિયલ' મનાવવામાં આવી રહ્યો છે. એમાં હોસ્ટ અમિતાભ બચ્ચન નાનાં બાળકો સાથે ક્વિઝ રમશે. ચેનલે અપકમિંગ એપિસોડના સોશિયલ મીડિયામાં એક પ્રોમો શેર કર્યો છે, જેમાં એક બાળક અમિતાભ બચ્ચનને તેમના બાળપણ અને તેમની પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે સંબંધિત મજેદાર સવાલ પૂછતો જોવા મળે છે. એકંદરે આ એપિસોડ ઘણો મજેદાર રહેવાનો છે. એને 16 નવેમ્બરની રાત્રે 9 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો.

શોમાં એક નાના બાળકે અમિતાભ બચ્ચનને મજેદાર સવાલ કર્યો
પ્રોમો વીડિયોમાં આરાધ્યા નામના એક બાળકે અમિતાભને ઘણા સવાલો પૂછ્યા, જેમ કે સ,ર તમારી હાઈટ કેટલી લાંબી છે, તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો? ત્યાર બાદ તે બિગ બીને પૂછે છે કે જ્યારે તમે આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જાઓ છો, ત્યારે લોકો પ્રોગ્રામ જુએ છે કે તમને?

એટલું જ નહીં, ત્યાર બાદ આ બાળક બિગ બીને પૂછે છે કે જ્યારે તમે નાના હતા ત્યારે શું તમારી મમ્મીએ પણ તમને અભ્યાસ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો? બાળકના આ સવાલ સાંભળીને અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે તું ઘણી પ્રતિભાશાળી વ્યક્તિ છે, તું મારી પોલ ખોલી દઈશ.

શોના મેકર્સે વીડિયોમાં લખ્યું- મજેદાર કેપ્શન
પ્રોમો વીડિયો શેર કરતાં એની કેપ્શનમાં લખ્યું, સમગ્ર દેશ પ્રશ્નોના જવાબો જાણવા માગે છે. આ વખતે એબી સર હોટ સીટ પર હશે, કેમ કે નાનાં બાળકો તેમને સૌથી અજીબ અને ક્રિએટિવ પ્રશ્ન પૂછે છે! આ ખાસ વીક માટે અમિતાભે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેમને સ્ટ્રટી સ્ટાઈલ હુડી, જેકેટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં છે.

KBCની આ સીઝનમાં અત્યારસુધી ત્રણ કરોડપતિ બની ચૂક્યા છે- હિમાની બુંદેલા, ગીતા સિંહ ગૌર અને સાહિલ અહીરવાર. આ સીઝનમાં રાજકુમાર રાવ-ક્રિતી સેનન, જેકી શ્રોફ-સુનીલ શેટ્ટી, ફરાહ ખાન-દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર-કેટરીના કૈફ સહિત અન્ય હસ્તીઓએ પણ ભાગ લીધો છે.