તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાવુક થયા એક્ટર:પિતાને ખોયા બાદ પર્લ વી પુરીએ ભાવુક નોટ લખી, 'તમારા માટે ઘણા સપના જોયા હતા, પરંતુ હવે તેને ક્યારેય પૂરા નહીં કરી શકું'

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

'નાગિન 3' એક્ટર પર્લ વી પુરીના પિતા વિપિન પુરીનું ગુરુવારે હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. જ્યારે એક્ટરને આ વાતની જાણકારી મળી તો તે મુંબઈમાં તેના અપકમિંગ શો 'બ્રહ્મ રાક્ષસ 2'નું શૂટિંગ કરી રહ્યો હતો. સમાચાર મળતા જ એક્ટર શૂટિંગ છોડીને તેના હોમટાઉન આગ્રા રવાના થયો હતો. હવે એક દિવસ બાદ એક્ટરે તેના પિતા માટે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ મૂકી છે. એક્ટરનું કહેવું છે કે તેણે તેના પિતા માટે ઘણા સપના જોયા હતા જેના પૂરા થતા પહેલાં જ તેના પિતા હંમેશાં માટે ચાલ્યા ગયા.

એક્ટરે પિતા સાથે પસાર કરેલા અમુક સુંદર પળના ફોટોઝ તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યા છે. આ સાથે તેમને ખોઈ દેવાનું દુઃખ વ્યક્ત કરીને લખ્યું કે, 'મેં મારા પિતાને ખોઈ દીધા, સ્વર્ગીય શ્રી વિપિન પુરી. તે એક હેપ્પી સોલ હતા, જિંદગીથી ભરપૂર, એક સારા માણસ હતા. હું જે પણ છું તેઓ તેનો સાર હતા. હું મારા પિતાનો એક પર્સન્ટ પણ નથી જેવા મારા પિતા હતા પણ આ 'હતા' એ મારી બેકબોન તોડી દીધી છે.'

પિતાનું હોવું જ એક મોટો સહારો છે: પર્લ
આગળ એક્ટરે લખ્યું, 'હું બધાને નિવેદન કરું છું કે જેટલું બની શકે એટલું તમારાં પેરેન્ટ્સને પ્રેમ કરો. તેમને જીવનમાં ખુશી આપો. તેમના માટે જે સારું કરી શકો તે કરો તે પહેલાં કે ઘણું મોડું થઇ જાય. સમયનો કોઈ ભરોસો નથી. મારા પિતા માટે ઘણા સપના હતા પરંતુ હવે હું તેને ક્યારેય પૂરા નહીં કરી શકું. જિંદગીમાં પહેલીવાર મને પાવરલેસ ફીલ થયું. આજે ફીલ થયું કે પિતાનું હોવું જ એક મોટો સહારો હોય છે. ખાલી તેમના હોવાથી જ ઘણી તાકાત મળે છે.'

આજે મને ઘણી મોટી શીખ મળી છે:
આગળ પર્લે પિતાએ આપેલી શીખ યાદ કરી લખ્યું, 'મારા પિતા કહેતા હતા, બધું લૂંટાવીને પણ જો કઈ શીખવા મળે તો તેને સસ્તું સમજો. શીખવું ઘણું જરૂરી છે. તમને બધાને મારી વિનંતી છે પ્લીઝ તમારા પરિવાર સાથે બની શકે એટલો સમય સાથે રહો, તેમને પ્રેમ કરો ભલે ગમે તે થઇ જાય. હું તમને ઘણો પ્રેમ કરું છું પપ્પા, તમે બેસ્ટ છો.'

લોકડાઉન પછીથી જ પર્લ તેના પરિવાર સાથે આગ્રામાં હતો. થોડા દિવસ પહેલાં જ પર્લ શૂટિંગ માટે મુંબઈ પરત ફર્યો હતો. પિતા પહેલાં 25 ડિસેમ્બરે પર્લની નાનીનું પણ નિધન થયું હતું જેના માટે એક્ટરે ભાવુક પોસ્ટ શેર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો