તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Payal Rohtagi Controversy Partner Sangram Singh Said, "payal Is Not A Terrorist. The Police Wanted To Make Civil Matter A Criminal Matter For No Reason."

પાયલ રોહતગીને જામીન મળ્યાં:પાર્ટનર સંગ્રામ સિંહે કહ્યું, 'તે આતંકવાદી નથી, પોલીસ કારણ વગર સિવિલ મેટરને ક્રિમિનલ મેટર બનાવવા માગતી હતી'

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીને જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની સેટેલાઈટ પોલીસે પાયલની ધરપકડ કરી હતી. પાયલનો તેની સોસાયટીના ચેરમેન સાથે ઝઘડો થયો હતો. પાયલના પાર્ટનર સંગ્રામ સિંહે કહ્યું હતું કે જે રીતે પોલીસ પાયલને ઘરેથી ઉઠાવીને લઈ ગઈ તે એકદમ ખોટું હતું.

'પાયલ સૌ પહેલાં ફરિયાદ કરવા માગતી હતી, મેં જ અટકાવી'
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંગ્રામે કહ્યું હતું, 'પાયલ કોઈ આતંકવાદી નથી. જે રીતે પોલીસે તેની ધરપકડ કરી હતી, તે તદ્દન અયોગ્ય હતું. કોઈ પણ નોટિસ વગર કોઈની કેવી રીતે ધરપકડ કરવામાં આવી શકે? આ વિવાદ સોસાયટીના ચેરમેને શરૂ કર્યો હતો. ત્યાં સુધી કે પાયલ સૌ પહેલાં પોલીસ ફરિયાદ કરવા માગતી હતી, પરંતુ મેં જ તેને અટકાવી હતી. હું નહોતો ઈચ્છતો કે આ રીતની નાની વાતોને મહત્ત્વ આપીને તેને ચગાવવામાં આવે. અમને ખ્યાલ નહોતો કે ચેરમેન આવી ગંદી રમત રમશે. તેણે પોતાના પોલિટિકલ કોન્ટેક્ટ્સથી પાયલ પર દબાણ કર્યું. પાયલ ક્રિમિનલ નથી. આ જ પોલીસ રિયલ ક્રિમિનલ કે બોમ્બ બનાવનાર કોઈ આતંકવાદીની ધરપકડ કરી શકતી નથી. પાયલને જબરજસ્તી ઉઠાવીને લઈ જવામાં આવી હતી.'

'પિતાની દેખરેખ માટે આવી છે'
સોસાયટીમાં થયેલા વિવાદ અંગે સંગ્રામે કહ્યું હતું, 'પાયલના પિતાને કેન્સર છે. તેમની દેખરેખ માટે તે થોડાં દિવસથી અહીંયા આવી છે. સોસાયટીની મિટિંગ દરમિયાન પાયલને તેના પિતાએ પોતાના તરફથી જવાની પ્રૉક્સી આપી હતી. આ પ્રૉક્સી હેઠળ પાયલને મિટિંગમાં સામેલ થવાનો પૂરો હક હતો. મિટિંગમાં હાજર રહેલાં લોકોને આ વાત પસંદ આવી નહીં અને તેમણે ઉગ્ર દલીલો શરૂ કરી હતી. પાયલને ફોટો ક્લિક કરવો તથા વીડિયો બનાવવો પસંદ નથી. તેને રાઈનો પર્વત બનાવવું ગમતું નથી. પાયલે પણ વાંધો ઉઠાવ્યો હતો. કોવિડના માહોલમાં કોઈએ કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું નહોતું. કેટલાંક સભ્યો ગમે તેમ કરી શકે છે, પરંતુ પાયલ કંઈ પણ કરે તો તેમને વાંધો હતો. આ જ વાત પર તેમની વચ્ચે બોલાચાલી થતી હતી.'

વાતચીતમાં સંગ્રામે કહ્યું હતું કે પાયલની ધરપકડ બાદ પોલીસે તેની પાસે માફીનામું લખાવવા માગતી હતી. જોકે, પાયલે ના પાડી દીધી હતી. આ અંગે સંગ્રામે કહ્યું હતું, 'પોલીસે પાયલને પહેલાં મેન્ટલી ટોર્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને સોસાયટીના ચેરમેનને ઉદ્દેશીને માફીનામું લખવાનો આગ્રાહ કર્યો હતો, પરંતુ પાયલે ના પાડી હતી. તે કોર્ટમાં જઈને જામીન લેવા માગતી હતી અને તે જ થયું. પોલીસ કારણ વગર સિવિલ મેટરને ક્રિમિનલ મેટર બનાવવા માગતી હતી.'

ઉલ્લેખનીય છે કે પાયલે 2014માં રેસલર સંગ્રામ સિંહ સાથે અમદાવાદમાં સગાઈ કરી હતી. બંને ટીવી શો 'નચ બલિયે 7'માં જોવા મળ્યા હતા.