ન્યૂ યર સેલિબ્રેશન:'પવિત્ર રિશ્તા' ફૅમ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ સ્વીમવેરમાં ગર્લ ગેંગ સાથે માણી પાર્ટી, તસવીરો વાઇરલ

મુંબઈ22 દિવસ પહેલા
  • ગર્લ ગેંગ સાથે અંકિતા લોખંડેએ ઘણી જ મસ્તી ધમાલ કરી હતી

ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા' ફૅમ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ હાલમાં જ પતિ તથા ફ્રેન્ડ્સ નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. અંકિતા સ્વીમવેરમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2021માં અંકિતા લોખંડને પગ મચકોડાઈ ગયો હતો. ન્યૂ યર પાર્ટીમાં અંકિતા લોખંડે પગમાં ઓરેન્જ રંગના પાટા સાથે જોવા મળી હતી.

તસવીરો વાઇરલ
અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયામાં નવા વર્ષના સેલિબ્રેશનનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અંકિતા પિંક સ્વીમવેરમાં જોવા મળે છે. તેની સાથે ટીવી એક્ટ્રેસ સના મકબૂલ, મિષ્ટી ત્યાગી તથા અશિતા ધવન પણ છે. અંકિતાએ પૂલ સાઇડ પાર્ટી કરી હતી. અંકિતાએ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'આ વર્ષ સ્ટ્રોંગ, સાહસી, દયાળુ તથા ક્યારેય અટકે નહીં તેવું હોય....'

ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો...

ડિસેમ્બરમાં અંકિતા-વિકીએ લગ્ન કર્યા
અંકિતાએ ડિસેમ્બર, 2021માં પ્રેમી વિકી જૈન સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. નોંધનીય છે કે અંકિતા લોખંડેના સંબંધો પહેલાં સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે હતા. બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, કેટલાંક કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ સુશાંતનું નામ ક્રિતિ સેનન, સારા અલી ખાન તથા રિયા ચક્રવર્તી સાથે જોડાયું હતું. 2020માં સુશાંત 14 જૂનના રોજ પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતથી અલગ થયા બાદ થોડો સમય અંકિતા સિંગલ રહી હતી. 2018માં તેણે બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

અંકિતા-વિકીને લગ્નમાં મોંઘી ગિફ્ટ્સ મળી
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, અંકિતા તથા વિકીએ એકબીજાને કરોડોની ગિફ્ટ આપી છે. આટલું જ નહીં બંનેને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પણ મોંઘીદાટ ભેટ આપી છે. નોંધનીય છે કે આ તમામ ગિફ્ટ્સ અંગે કોઈ ઑફિશિયલ કન્ફર્મેશન નથી. ટીવી ક્વીન એકતા કપૂરની વાત કરીએ તો તેણે અંકિતાને 50 લાખનો ડાયમંડ સેટ ગિફ્ટમાં આપ્યો છે.

જાણીતી ટીવી એક્ટ્રેસ માહિ વીજે 15 લાખની ફેશન ડિઝાઇનર સબ્યસાચીની સાડી ભેટમાં આપી છે. 'પવિત્ર રિશ્તા' ફૅમ મૃણાલિની ત્યાગીએ અંકિતાને 10 લાખની ગોલ્ડ જ્વેલરી આપી છે. રશ્મિ દેસાઈએ ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાની 10 લાખની સાડી આપી છે. અંકિતા સાથે 'પવિત્ર રિશ્તા'માં કામ કરનાર રીત્વિક ધનંજાનીએ વિકીને મોંઘી ઘડિયાળ આપી છે તો અંકિતાને 15 લાખનો ડાયમંડ ચોકર સેટ આપ્યો છે. 'પવિત્ર રિશ્તા 2.0'માં અંકિતા સાથે કામ કરતાં ટીવી એક્ટર શહિર શેખે દુલ્હનને 25 લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ગિફ્ટમાં આપી છે. અંકિતાએ 'બાગી 3'માં શ્રદ્ધા કપૂર તથા ટાઇગર શ્રોફ સાથે કામ કર્યું છે. આ બંને એક્ટર્સે પણ અંકિતાને મોઘીદાટ ગિફ્ટ આપી છે. ટાઇગર શ્રોફે 40 લાખ રૂપિયાની મિની કૂપર કાર તો શ્રદ્ધાએ 8 લાખનો ડાયમંડ નેકલેસ આપ્યો છે.

વિકી-અંકિતાએ શું આપ્યું?
વિકી જૈન તથા અંકિતાએ પણ એકબીજાને વેડિંગ ગિફ્ટ આપી છે. વિકી જૈને પત્ની માટે માલદીવ્સમાં પ્રાઇવેટ વીલા 50 કરોડમાં ખરીદ્યો છે. અંકિતાએ પ્રાઇવેટ પર્સનાલાઇઝ્ડ યૉટ પતિને આપી છે. આ યૉટની કિંમત 8 કરોડ રૂપિયાની છે.