તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પવિત્ર રિશ્તાનું કમબેક:સુશાંત સિંહ રાજપૂત વગર OTT પ્લેટફોર્મ પર કમબેક કરશે પવિત્ર રિશ્તા 2.0, અંકિતા લોખંડે લીડ રોલ નિભાવશે

એક મહિનો પહેલાલેખક: કિરણ જૈન

સમાચાર પાક્કા છે, પણ પવિત્ર રિશ્તા આ વખતે સુશાંત સિંહ રાજપૂત વગર આવશે. કુશાલ ઝવેરી જેણે સુશાંત અને અંકિતા લોખંડે સ્ટારર ટીવી શો 'પવિત્ર રિશ્તા'ને ડિરેક્ટ કર્યો હતો, દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન તેણે સિરિયલના કમબેકનો ખુલાસો કર્યો. કુશાલ હાલ તેની આગામી વેબ સિરીઝ 'ક્રેશ' પર કામ કરી રહ્યા છે. કુશાલે જણાવ્યું કે વેબ સિરીઝ ડિરેક્ટ કરવામાં સૌથી સારી વાત એ છે કે તમે સ્ટોરીને શરૂઆતથી લઈને અંત સુધી જાણો છો.

અંકિતા લોખંડેએ શો સાઈન કરી લીધો
કુશાલ પવિત્ર રિશ્તાને ઘણા વર્ષો સુધી ડિરેક્ટ કરી ચૂક્યો છે. એકતા કપૂર આને ફરીથી સ્ક્રીન પર લાવવાના પ્લાનિંગમાં છે જેનાથી અંકિતા લોખંડે કમબેક કરશે. આ બાબતે કુશાલ જણાવે છે, 'જી હા, હું વાતથી જાણકાર છું કે પવિત્ર રિશ્તા સ્ક્રીન પર ફરી આવવાની છે. અંકિતાએ મને કોલ કરીને જણાવ્યું કે તેણે આ પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે. મને આ સાંભળીને ઘણી ખુશી થઇ કારણકે પવિત્ર રિશ્તા શો આજે પણ અમારા બધાની ઘણો ક્લોઝ છે. ખરેખર તે તેના ટાઈમનો ઘણો સારો શો હતો.'

સુશાંતને ઘણો મિસ કરીશ- કુશાલ
તે આગળ જણાવે છે, 'મારા સિવાય અન્ય ડિરેક્ટર્સ પણ આ શો સાથે જોડાયા હતા. જો અવસર મળ્યો તો ફરીથી આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા ઈચ્છીશ. જો ડિરેક્ટ કરવાની તક ન મળી તો તેને જોવા જરૂર ઈચ્છીશ. અંકિતા ગજબની એક્ટ્રેસ છે, તે જે પણ કરે છે, પોતાનું 100% આપે છે. સાથે જ શોના ફેન્સ જરૂર ખુશ થશે.' સુશાંત સિંહ રાજપૂત વિશે પૂછતા કુશાલે કહ્યું કે તે તેને ઘણો મિસ કરશે. પવિત્ર રિશ્તા 2.0 અલ્ટ બાલાજી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

સિરીઝની સ્ટોરી મુંબઈ શહેરની સ્ટોરીની આસપાસ ફરે છે
ક્રેશ વિશે કુશાલે જણાવ્યું કે, 'વેબ સિરીઝ વિશેની સૌથી સારી વાત એ છે કે તમે સ્ટોરીને શરૂઆતથી અંત સુધી જાણો છો. તમને વિચારવા અને એક્ટર્સ સાથે વર્કશોપ કરવાનો સમય મળે છે, સાથે કામ કરવા માટે એક સારું બજેટ પણ છે જે ટીવી શોની સરખામણીમાં વધારે લાભદાયક સાબિત થાય છે. આ સિરીઝની સ્ટોરી મુંબઈ શહેરની સ્ટોરીની આસપાસ ફરે છે. હું પર્સનલી મુંબઈથી છું અને આ સ્ટોરીને ખુદ સાથે ઘણી હદે રીલેટ કરું છું. અંદાજે ત્રણ વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યો છું જેને લઈને ઘણો ઉત્સુક છું. મારા પર ફરી ભરોસો કરવા માટે એકતાનો દિલથી આભાર.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો