ટીવીમાં કોરોના:'યે રિશ્તા...' સહિતની સિરિયલના સેટ પર કલાકારો-ક્રૂ કોરોના પોઝિટિવ, પ્રોડ્યૂસર્સ પ્લાન બી સાથે તૈયાર હોય છે

મુંબઈએક વર્ષ પહેલા

કોરોનાકાળમાં ટીવી સિરિયલ માટે આ મુશ્કેલભર્યો સમય છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં', 'કસૌટી જિંદગી કે 2', 'એક મહાનાયક ડૉ. બી આર આંબેડકર', 'મેરે સાંઈ', 'ભાખરવડી' જેવા શોમાં ઘણાં કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે, જો સિરિયલના સેટ પર કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો ત્રણ દિવસ માટે શૂટિંગ બંધ કરવામાં આવે છે. ઘણી સિરિયલના સેટ પર કોરોનાના કેસ આવ્યા છે અને તેને કારણે ત્રણ-ત્રણ દિવસ સુધી શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. આ જ કારણથી મેકર્સે બેક-અપ પ્લાન અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે.

પ્રોડ્યૂસર બિનાફેર કોહલીઃ સિરિયલના બેંક એપિસોડ કરી રાખ્યા છે

મેકર્સે એ વાત સુનિશ્ચિત કરે છે કે શક્ય હોય તેટલા એડવાન્સ એપિસોડ શૂટ કરીને રાખવામાં આવે. 'ભાબીજી ઘર પર હૈ'ના પ્રોડ્યૂસર બિનાફેર કોહલીએ કહ્યું હતું, અમે ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. અમારી ટીમ દિવસ-રાત કામ કરીને એપિસોડની બેંક બનાવે છે. આથી જ હવે જો એક્ટર પોઝિટિવ આવે તો પણ સિરિયલના પ્રસારણને કોઈ અસર થાય તેમ નથી.

મમતા યશ પટનાયકઃ બે અઠવાડિયા સુધીના બેંક એપિસોડ

'ઈશ્ક મૈ મરજાવાં 2'ની પ્રોડ્યૂસર મમતાએ કહ્યું હતું, અમે બે અઠવાડિયાના એપિસોડ બેંક કરીને રાખીએ છીએ. સેટ પર તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે પરંતુ વાઈરસનો ચેપ ગમે ત્યારે ગમે તેને લાગી શકે છે.

શશિ સુમિત મિત્તલઃ રાઈટર્સને અન્ય ટ્રેક માટે તૈયાર રહેવાનું કહ્યું છે

'બેરિસ્ટર બાબુ' તથા 'શાદી મુબારક'ના પ્રોડ્યૂસર શશિ સુમિતે કહ્યું હતું, અમે એક અઠવાડિયાના એપિસોડ બેંક કરીને રાખીએ છીએ. આટલું જ નહીં અમે રાઈટર્સને પણ અન્ય ટ્રેક અંગે વિચારીને રાખવાનું કહીએ છીએ. જો લીડ એક્ટર્સ કોરોના પોઝિટિવ આવે તો સિરિયલનો ટ્રેક આગળ કઈ રીતે વધારી શકાય તે માટે સજ્જ રહેવાનું કહ્યું છે.

સૌરભ તિવારીઃ સિરિયલમાં અલગ-અલગ ટ્રેક સાથે ચલાવીએ છીએ

'પિંજરા'ના પ્રોડ્યૂસર સૌરભ તિવારીએ કહ્યું હતું, કોવિડ 19ના સમયમાં મારો શો લોન્ચ થયો હતો અને તેને કારણે તૈયારીમાં ઘણી જ મુશ્કેલી પડી હતી. જોકે, અમે સિરિયલમાં અલગ-અલગ ટ્રેક એક સાથે ચલાવીએ છીએ. જો સિરિયલના સેટ પર એક કલાકાર પણ પોઝિટિવ આવશે તો પણ શો ચાલુ જ રહેશે.

કલાકારો શો છોડે અથવા રિપોર્ટ પોઝિટિવ આવે તો અલગ પ્લાન તૈયાર

કોરોનાવાઈરસના સંકટ વચ્ચે ઘણાં ટીવી સ્ટાર્સે આ શો છોડવાનો નિર્ણય લીધો છે. આ સમયે મેકર્સ શોમાં નવો ટ્રેક તૈયાર રાખે છે અને તરત જ શોમાં નવો ટ્રેક ઈન્ટ્રોડ્યૂસ કરે છે. 'કસૌટી જિંદગી કે 2'માં પાર્થ સમથાને આ શો છોડી દીધો છે. ગયા મહિને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેકર્સે અલગ જ ટ્રેક સાથે શો આગળ ધપાવ્યો હતો. સૌમ્યા ટંડને પણ 'ભાબીજી ઘર પર હૈં' શો છોડી દીધો હતો. રાઈટર્સ તથા મેકર્સ માટે આ પડકાર હંમેશાં રહેતો હોય છે અને તેઓ અલગ ટ્રેક સાથે સિરિયલને આગળ વધારતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...